નર્મદા જિલ્લામાં એશિયાનો સૌથી ઝેરી ગણાતો સાપ દેખતા ફફડાટ ..

0
280

કોમન કેટ નામનો આ ઝેરી સાપ નાંદોદ તાલુકાના કરાંઠા ગામના રાજુભાઈ વસાવા ના ઘર માં મળ્યો આ અગાઉ નવ વર્ષ પેહલા પણ આ સાપ કેવડિયા કોલોની માં પકડાયો હતો.

રાજપીપળા: શુક્રવારે સવારે નાંદોદ તાલુકા ના કરાંઠા ગામમાં રહેતા રાજુભાઈ ભાઇલાલભાઈ વસાવા ના ઘર માં એક સાપ દેખાતા અંબે વાઈલ્ડ સેવિયર ટિમ ને જાણ કરતા ટીમના માઈકલ વસાવા હરેશ વસાવા અને વિપુલ વસાવા એ ત્યાં પોહ્ચ્તા જોયું તો ત્યાં દેખાયેલો સાપ કોમન કેટ નામનો અને એશિયાનો સૌથી ઝેરી સાપ હોવાનું જોતાજ ટીમના સભ્યો એ એને સાવચેતી થી પકડી જંગલ તરફ છોડી મૂકતા ગ્રામજનો એ રાહત અનુભવી હતી

માઈકલ વસાવા ના જણાવ્યા મુજબ આ કોમન કેટ નામનો સાપ એશિયાનો સૌથી ઝેરી સાપ ગણાય છે અને નર્મદા જિલ્લા માં બીજી વખત દેખાયો અગાઉ આજ સાપ કેવડિયા કોલોની ખાતે રહેતા ધર્મેશ તડવી ના ઘર માં આજથી લગભગ નવ વર્ષ પેહલા અમે પકડ્યો હતો માટે આ કોમન કેટ નર્મદા જિલ્લા માં બીજી વખત દેખાયો હોવાનું માઈકલ વસાવા એ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY