ભુજ: પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ અધિકારી જે.એન. પંચાલના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ – ભુજમાં સામાજિક બદી પ્રોહી/જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ખાંટની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે આજે દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં વાઈટ કલરની Chevrolet Beat કાર નં. GJ-12-BF-9628 ની કી.રૂ.૧૫૦૦૦૦ માથી મળી આવેલ ઈંગ્લીશ દારૂની પેટી નંગ ૭,બોટલ નંગ ૮૪ કી.રૂ.૨૯૪૦૦ તથા મોબાઈલ નંગ ૨ કી.રૂ.૨૫૦૦ ગણી કુલ મુદ્દામાલ કી.રૂ.૧૮૧૯૦૦ જે કારચાલક કિશોર હેમરાજ કારિયા રહે. ગણેશ નગર ભુજ વાળની પાસેથી કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેને પૂછપરછ કરતા દારૂનો જથ્થો કાનજી ઉર્ફે કાનો ગઢવી રહે. ગણેશનગર વાળાએ મંગાવેલ છે જે નાસી ગયેલ હોય તેઓ બંને વિરોધમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી.સિંહએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આગળની તપાસ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર આર. કુશવાહા ચલાવી રહ્યા છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વિ.કે.ખાંટ, પો.સબ.ઈન્સ. બી.બી.સિંહ, એ.એસ.આઇ. આદમભાઇ સુમરા,પો.હેડ.કોન્સ. પંકજકુમાર આર. કુશવાહા,પો.કોન્સ. અનિરુદ્ધસિંહ જાડેજા તથા ફ્લજીભાઇ મુંજી તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા ભગીરથસિંહ જાડેજા અને કિરણબેન બાટવા વગેરે જોડાયો હતો.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





