નાના માણસની મોટી બેંકે સફળતાનુ એક વર્ષ પુર્ણ થતાં ગ્રાહકોને સન્માનિત કર્યા
હળવદમાં રાજકોટ નાગરિક સહકારી બેંક.લીનો એક વર્ષ પુર્ણ થતાં બ્રામણની ભોજનશાળા ખાતે ગ્રાહક મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને હળવદમા બેંકનો એક વર્ષનો અનુભવ તેમજ ગ્રાહકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બેંક ધારકો હાજર રહ્યા હતાં’જન વિશ્વાસની આરાધના કરતી નાના માણસની મોટી બેંક’ના સુત્રને સાર્થક કરતી રાજકોટ નાગરિક સહકારી બેંક.લી.નો હળવદમા એક વર્ષ પૂર્ણ થતાં ગ્રાહક મિલન કાર્યક્રમ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે યોજાયો હતો.આમંત્રિત અધિકારીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક.લી ૫૯ સભ્યો અને ૪૮૫૦ની મુડીથી ચાલુ થઈ હતી આ બેંક ૧૧૭ કરોડનો નફો ધરાવે છે જેમાં બેંક પોતાનો નફો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે આપે છે જેમાં ૨૪ વર્ષથી શિશુ મંદિરને શિક્ષણ સહકાર તેમજ મહિલાઓને બીજી બેંકો કરતાં સસ્તી લોન આપવામાં આવે છે.હળવદ ખાતે યોજાયેલા ગ્રાહક મિલન કાર્યક્રમમાં વિવિધ ગ્રાહકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે હળવદ ના આગેવાન અજયભાઈ રાવલ ને સન્માનિત કરવામાં આવ્યા , સૌથી વધુ થાપણદાર,કેશલેશ કરનાર,એટીએમથી પૈસા ઉપાડનાર,સૌથી નાની વયના ખાતાધારક,વગેરે જેવા ખાતાધારકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ખાતાધારક પાસેથી સુચનો તેમજ રજૂઆત સાંભળી હતી નાના માણસની મોટી બેંકના સુત્રને સાર્થક કર્યું હતું.
આ ગ્રાહક મિલન કાર્યક્રમમાં ચેરમેન નલિનભાઈ વસા,વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેક્ટર ડાયાભાઈ ડેલીવાળા,કન્વીનર વિજયભાઈ જાની,સહ કન્વીનર રાજુભાઈ ચનિયારા,ડીરેક્ટર પ્રભારી પ્રદિપભાઈ જૈન,ડીસીએમ અશ્વિન ભાઈ મહેતા, મેનેજર વિક્રમસિંહ ડોડીયા અને શાખા સમિતિના સભ્યો ભરતભાઈ, જશુભાઈપટેલ, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




