ભુજ,તા.૯
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. આ મામલામાં ભાનુશાળીના પરિવારે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ભાનુશાળીના પરિવારજનોએ કચ્છના નેતા છબિલ પટેલ, મનિષા ગોસ્વામી, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
અમારી ટીમે મનીષા ગોસ્વામીનાં ઘરે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં જઇને જાયું તો ત્યાં માત્ર તેનો પતિ અને બે બાળકો જ હતાં. જ્યારે મનિષાનાં પતિ ગજુ ગોસ્વામીને મનીષા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘ જયંતિ ભાનુશાળીની હત્યા ઘણી જ દુખદ છે. અમને પણ તેનાથી ઘણું દુખ છે. મનિષા પાંચ દિવસ પહેલા જ કચ્છમાં અમારૂં કામ ચાલે છે ત્યાં ગઇ છે. તેની સાથે મારી પણ પાંચ દિવસ પહેલા જ વાત થઇ હતી. આ કેસમાં તેના નામે ફરિયાદ થતાં અમે બધા ઘણાં જ ગભરાયેલા છે. હું હાર્ટ પેશન્ટ છું આ સાંભળીને ઘણો જ ડિપ્રેશનમાં જતો રહ્યો છું. મારા બાળકો પણ ઘણાં જ ગભરાયેલા છે. મારી પત્ની પણ આ કેસમાં નામ આવતા તેણે પણ ગભરાઇને ફોન બંધ કરી દીધો છે. તેની સાથે અમારે કોઇ સંપર્ક નથી થઇ રહ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





