રેલ્વે સ્ટેશન પર ઘટનાનું રીકન્સ્ટ્રકશન….હત્યાની તપાસનાં નામે ટોર્ચર કરાતા ભુજ રેલવે કર્મચારીઓનો વિરોધ
આ હત્યા કેસમાં પોલીસને ગૂમ થયેલી બેગ મળી
ભુજ,તા.૯
પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાનો સંકેત અબડાસામાં રાતાતળાવ ખાતે ગૌવંશ બચાવ યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમના લાગેલા પોસ્ટરમાં જાવા મળ્યો હતો. કોઇ હિતશત્રુના મળતિયાઓએ જયંતીના ફોટા પર કાળી શાહીથી ચોકડી મારીને તેમની આ અબડાસાની છેલ્લી મુલાકાત હોવાનુ અને હવે તેમની જીવનયાત્રા સમાપ્ત કરી દેવાની આડકતરી ચેતવણી આપી હોય એવા અનુમાન આ તબક્કે વ્યક્ત થઇ રહ્યા છે.
ગત ૫ જાન્યુઆરીના અબડાસામાં ગૌવંશ બચાવ યાત્રાના આયોજન અંતર્ગત રાતાતળાવમાં એક કાર્યક્રમ રખાયો હતો, જેમા જયંતિભાઇ હાજરી આપવા અબડાસા આવ્યા હતા. આ કાર્યક્રમના લાગેલા પોસ્ટરમાં જયંતીભાઇ ભાનુશાલીના ફોટા પર કોઇએ કાળી શાહીથી ચોકડી મારી હતી.
ભુજથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના આ કેસમાં પોલીસને આ સૌથી મોટો પુરાવો હાથ લાગ્યા છે. ગૂમ થયેલી બેગ પોલીસને મળી આવી છે. આ બેગ જયંતિ ભાનુશાળીની હોવાની માની હત્યારાઓ આ બેગ ઉઠાવી ગયા હતા. જોકે આ બેગ ભાનુશાળીની સામેની સીટ પર મુસાફરી કરી રહેલા પવન મોર્યની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે બેગ પોતાના કબ્જામાં લઇ ફોરેન્સિક સહિતની તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
આ મામલામાં તે ટ્રેનનાં ફર્સ્ટ એસી કોચમાં સર્વિસ આપતા અટેન્ડન્ટ અને મિકેનીકને તપાસનાં અર્થે ટોર્ચર કરાવાનાં આક્ષેપો લાગી રહ્યાં છે. જેમાં ભુજ રેલવે સ્ટેશન પર ૧૦૦ કરતાં વધુ રેલવે કર્મચારીઓ દ્વારા આ અંગેનો વિરોધ સાથે હોબાળ કરવામાં આવી રહ્યો છે. તેમની માંગ છે કે અમને આ અટેન્ડન્ટો સાથે વાત કરવા નહીં દો ત્યાં સુધી આ વિરોધ અમે ચાલુ રાખીશું.
રેલવે કર્મચારીઓએ અન્ય આરોપ પણ લગાવતા કહ્યું છે કે વિમલ કુમાર નામના રેલવે કર્મચારીને માર પણ મારવામાં આવ્યો છે. ઉપરાંત જીઆરપી જવાનો દ્વારા ત્રણ કોચ અટેન્ડનનો ટોર્ચર કરાતા હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. વિવિધ એજન્સીઓ તપાસના નામે ખોટી રીતે હેરાન કરતા હોવાનાં આક્ષેપ પણ લાગાવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





