દેડિયાપાડાના માથાસર ગામના ખેતરમાં એક વર્ષ અગાઉ બનેલી ઘટના બાબતે પત્ની એ કોર્ટમાં કેસ દાખલ કર્યો

0
44

પોતાના પતિનું ખુન કરી તેને એક્સિડેન્ટમાં ખપાવનાર 16 વિરુદ્ધ પત્નીએ કોર્ટમાં કેસ દાખલ કરતા ચકચાર 

ખુનના બનાવને અકસ્માતમાં ખપાવ્યો હોવાનો મૃતકની પત્નીના આક્ષેપ બાદ કોર્ટે ડેડીયાપાડા પોલીસને તપાસ સોંપી

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથાસર ગામના ખેતરમાં એક વર્ષ અગાઉ બનેલી ઘટનામાં હાલ મરનાર ની પત્ની એ કોર્ટમાં કેસ દાખલ કરી તેના પતિની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ મુકતા કોર્ટે પોલીસને તપાસ સોંપી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર માથાસર ગામમાં રહેતા શારદાબેન અમરસીંગભાઈ વસાવા એ હાલ કોર્ટમાં આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ અમરસીંગભાઇ બીડાભાઇ વસાવાને ૧૬ વ્યક્તિઓએ એક સંપ થઇ ગત તા.૦૬/૦૪/૨૦૧૮નાં રોજ હોળીના તહેવાર વખતે થયેલા ઝગડાની અંગત અદાવત રાખી તથા ટ્રેક્ટરના પૈસા ન ચુકવવા પડે તે કારણે તેના પતિને કોઇ ઝેરી પદાર્થ ખવડાવી તેનું ખુન કરી નાખી ખુનના બનાવને એકસીંડન્ટના બનાવમાં ખપાવી નાખવા ટ્રેક્ટર ઉંધુ પાડી દઇ ગુનો છુપાવ્યો હોવાનો કોર્ટમાં એમ કેસ દાખલ થતા કોર્ટે ડેડીયાપાડા પોલીસને તપાસ આપી છે .તપાસ ડેડીયાપાડા પીએસઆઇ એસ જે રાઠવા કરી રહ્યા છે .

શારદાબેન વસાવા એ જે 16 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ આપી છે તેમના નામ : (૧) છગનભાઇ ગામીયાભાઇ વસાવા (૨) ભાદરીયાભાઇ જેઠીયાભાઇ વસાવા (૩) પારસીભાઇ જેઠીયાભાઇ વસાવા (૪) સોમાભાઇ જીણીયાભાઇ વસાવા (૫) અમરસીંગભાઇ કુસીયાભાઇ વસાવા (૬) કરશનભાઇ મંછીભાઇ વસાવા(૭) રાયજીભાઇ જીણીયાભાઇ વસાવા (૮) ભાદરીયાભાઇ માકતાભાઇ વસાવા (૯) અમરસીંગભાઇ દશરીયાભાઇ વસાવા (૧૦) જીણીયાભાઇ ગામીયાભાઇ વસાવા (૧૧) શીવાભાઇ ગોયદાભાઇ વસાવા (૧૨) રમણભાઇ જેઠીાભાઇ વસાવા (૧૩) સીમાભાઇ જેઠીયાભાઇ વસાવા (૧૪) દલસુખભાઇ ભાદરીયાભાઇ વસાવા તમામ રહે.માથાસર તા,ડેડીયાપાડા જી.નર્મદા (૧૫) દેવજીભાઇ રાનીયાભાઇ વસાવા (૧૬) મુળજીભાઇ રાજીયાભાઇ વસાવા બંને રહે.નાની સીંગલોટી ચોકીમાલી તા.ડેડીયાપાડા જી.નર્મદા

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY