ભૂજ,તા.૧૦
ભુજ રેલવે કોલોની માં કેટલાક દિવસ થી ખાનગી મકાનોની ગટર લાઇન ઓવર ફ્લો હોવાથી ગટરનું પાણી રેલવે કોલોની માં ભરાઈ ગયું છે જેથી રેલવે કોલોની માં રહેતા તમામ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે.
ભુજ રેલવે કોલોનીના સ્થાનિક કર્મચારીઓ એ રેલ વિભાગ માં ફરિયાદ કરી ગટર ના પાણી નું નિરાકરણ માટે કહ્યું, રેલવે વિભાગે તેમના તમામ પ્રયત્નો પછી પણ આ સમસ્યા નું હલ લાવી શક્યા નહી. કારણ કે સમસ્યા મહાનગરપાલિકા ના ડ્રેનેજ સિસ્ટમ માં છે.
ગટરનું પાણી ઘર ની ચારે બાજુ ભરાઈ જતા તકલીફનો સામનો કરી રહ્યા સ્થાનિકો આ સમસ્યા ને લઇ ત્રાહિમામ પોકારી ગયા છે.
છેલ્લા કેટલાય દિવસ થી ભુજ રેલવે કોલોની માં ગટરનું પાણી ચારેય તરફ દેખાતું જોવા મળી રહ્યું છે. ભુજના રેલવે કોલોની ના રહીશોએ છેલ્લે કંટાળી ને ઉઇઈેં ગાંધીધામ શાખાના સચિવ હરફુલ કુમાવત ને ફરીયાદ કારી, સાથી હરફુલે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનીયન ના મંડળ મંત્રી સાથી એચ.એસ.પાલ અને ઉઇઈેં ના મંડળ મંત્રી સંજય સૂર્યબલી એ જણાવ્યું. સાથી પાલ અને સંજય ભાઈ એ એમના સંયુક્ત નિવેદન માં જણાવ્યું કે રહીશો સમય થી ભાડું તેમજ મેન્ટનેસ આપે છે છતાં તેમને પોતાના હક માટે ભટકવું પડે છે જેથી ઉઇઈેં તરફ થી રેલ તેમજ રાજ્ય પ્રશાસન ને હાકલ કરી કે ભુજ રેલવે કોલોની માં સ્વચ્છતા રાખવામાં આવે અને તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



