કુપવાડામાં આતંકી સાથે અથડામણમાં એક જવાન શહિદ,૧ ઘાયલ
શ્રીનગર,તા.૧૧
કાશ્મીરમાં ગ્રેનેડથી ખેલતાં એક બાળકનું બ્લાસ્ટના કારણે મોત થઈ ગયું છે, જ્યારે ૪ બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના શોપિયાંની છે. વિસ્તારમાં એક દિવસ પહેલાં એન્કાઉન્ટર થયું હતું. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા. એન્કાઉન્ટર બાદ આ ગ્રેનેડ તે વિસ્તારમાંથી રહી ગયો હતો. બાળકો એન્કાઉન્ટરવાળી સાઈટ પરથી આ ગ્રેનેડ ઉઠાવી લીધો હતો. બાળકને હોસ્પિટલ લઈ જતા સમયે જ રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ચાર ઈજાગ્રસ્તોને શોપિયાંની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આ તમામ બાળકો ભાઈઓ હોવાનું જાણમાં આવ્યું છે. ઘટના શોપિયાંના મેમનદર ગામની છે. આ સાઉથ કાશ્મીરનો સૌથી વધુ આતંકવાદગ્રસ્ત વિસ્તાર છે. મંગળવારે આ વિસ્તારમાં જ એન્કાઉન્ટર દરમિયાન એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે કે સુરક્ષાદળો પર પથ્થરમારાની ઘટનાને કારણે ૧૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં પેરા કમાન્ડોનો એક જવાન શહીદ થઈ ગયો છે. આ અથડામણમાં અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોÂસ્પટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. સુરક્ષાબળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ અભિયાન તેજ બનાવી દીધું છે.
મળતી માહિતી પ્રમાણે આ અથડામણ કાંદી વિસ્તારના વન ક્ષેત્રમાં થઈ છે. શહીદ જવાનનું નામ મુકલ મીણા બતાવવામાં આવી રહ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



