નાયબ કાર્યપાલક ઈજનેર, જળ સિંચન પેટા વિભાગ, સુરેન્દ્નનગર હસ્તકની લીંબડી ભોગાવો-૧ (થોરીયાળી ડેમ) સિંચાઈ યોજના, વઢવાણ ભોગાવો-૧ (નાયકા ડેમ) સિંચાઈ યોજના અને વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા ડેમ) સિંચાઈ યોજના નર્મદા જળ સંપતિ યોજનાના જળાશયમાં ચાલુ સાલ-૨૦૧૮ના ચોમાસા દરમ્યાન જળાશયમાં પાણી આવવા પામશે. તો પાણી ભરાવા થી ચોમાસા દરમ્યાન પુર અંગેની જાહેર ચેતવણી માટે લીંબડી ભોગાવો-૧ સિંચાઈ યોજનાની નીચવાસમાં આવતા ગામો જુના જશાપર, નવા જશાપર, થોરીયાળી, મોટા કેરાળા, વડીયા, સમઢીયાળા, જુની મોરવાડ, વસ્તડી, તા. સાયલા વઢવાણ ભોગાવો-૧ સીંચાઈ યોજનાની નીચવાસમાં આવતા ગામો નાના કેરાળા, સાંકળી, ભડીયાદ, મેમકા, ખમીસાણા, તા.વઢવાણ જી.-સુરેન્દ્નનગરના લાગતા – વળગતા વ્યેકિતઓને જાહેર ચેતવણી આપવામાં આવી છે કે, બંધની ઉપર વાસમાં અને નીચવાસમાં ભોગાવો નદીના ભાગમાં અવર – જવર કરવી નહીં ઢોર, ઢાંખર, માલ – મિલ્કંત સલામત સ્થળે કરી લેવા તેમજ જળાશયમાં ડુબમાં આવતી સંપાદન થયેલ જમીનમાં વાવેતર કરવું નહીં. જેથી સંપાદન થયેલ જમીનમાં કોઈ આસામીએ રહેવું નહીં. કે ઢોર-ઢાંખર, માલ મિલ્કત રાખવી નહીં જેથી કોઈપણ જાનહાની તથા માલ મિલ્કતને નુકશાનીનાં પ્રશ્ન ન રહે. આમ છતા કોઈ આસામી બેદરકારી રાખશે તો નુકશાનીનું કોઈ વળતર કે દાવા ફરિયાદ સાંભળવામાં આવશે. નહીં. ઉપરાંત તળાવ/રસ્તા પણ ડુબમાં આવશે તો સાવચેતી પૂર્વક અવર-જવર કરવા નાયબ કાર્યપાલક ઈજનેર જળ સિંચન પેટા વિભાગ સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



