ભરૂચના ભુવા ચોકડી નજીક અકસ્માતમાં મેસ્ટ્રો મોપેડ ચાલકનું મોત

0
46

ભરુચ:
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ–મનુબર બાયપાસ ચોકડી ઉ૫ર આવેલ રહેમત પાર્ક સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષિય સાદિક અબ્દુલ મારાજ તા.ર૯મીના કોઇ કામ અર્થે પોતાની મેસ્ટ્રો મોપેડ ગાડી નં. જીજે–૧૬–સીઇ–૩૮૧૭ ને લઇને જઇ રહયા હતા, ત્યારે ભૂવા ચોકડી નજીક ઇન્ડીયન હોટલ પાસેના રોડ ઉ૫ર પૂર ઝડપે આવતી મારૂતિ સ્વિફટ નં. જીજે–૧૬–એપી–૪૩ર૬ના ચાલકે મેસ્ટ્રોને ટક્કર મારતા ચાલક ઉછળીને રોડ સાઇડ ફંગોળાયો હતો. આ અકસ્માતમાં મેસ્ટ્રો ચાલકને માથે, છાતી ૫ર તેમજ હાથે ૫ગે ગંભીર ઇજાઓ ૫હોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ૫ટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન સવારે ૯ કલાકે સાદિક મારાજનું મોત નિ૫જ્યું હતું. બનાવની જાણ તાલુકા પોલીસ સ્ટેશને કરાતાં પોલીસે મૃતક સાદિક મારાજની લાશને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસિ્૫ટલ ખાતે ખસેડી મારૂતિ સ્વિફટ કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY