ભરબપોરે પુલ પરથી નદીમાં ઝંપલાવતા યુવતીના મૃતદેહને શોધવા ફાયરબ્રિગેડ અને પોલીસે કવાયત હાથ ધરી હતી. જો કે ઉંચાઈ પરથી પડતું મુક્તા મચ્છુ નદીમાં વહેતા પાણીમાં યુવતીનો મૃતદેહ ગરકાવ થઈ ગયો હતો. ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ શોધી કાઢવા મા સફળતા મળી હતી.
આજે ભરબપોરે મોરબીના મયુરપુલ ઉપરથી નિતુબેન કિશોરભાઈ ભંખોડીયા ઉ. ૧૯ રે.લક્ષ્મીનગર, તાલુકો. જિલ્લો મોરબી નામની યુવતીએ મોતની છલાંગ લગાવતા પુલ ૫૨ લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા.
મોરબીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવતી નિતુબેન ભંખોડીયાએ આપઘાત પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી
મોરબીના મયૂર પુલ ઉપરથી મોતની છલાંગ લગાવનાર યુવતીએ આપઘાત પૂર્વે મોબાઈલ ફોન અને પર્સ છોડી દીધા હોય પર્સમાંથી આ યુવતીએ રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજનાર ભરતીમાં આસીસ્ટન્ટ લોકો પાયલોટ ટેકનીકલ પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવી હોવાનું બહાર આવ્યુ છે. તેમજ સ્થળ પરથી યુવતીના ડોક્યુમેન્ટ ની સાથે સુઈસાઈડ નોટ પણ મળી છે
જેમાં લખ્યુ છે કે પપ્પા મમ્મી મને માફ કરજો મેં જે ઇચ્છુંયુ’ તે મને નથી મળ્યું.. હવે હું થાકી ગઈ છું. સોરી. ભાઈને ભણાવજો. બહેન ઈચ્છે ત્યા નોકરી કરવા દેજો.અને મારા આ અંતિમ પગલાં બદલ કોઈના પર કેસ ન કરતા તેવું લખી અંતિમ પગલું ભર્યું હતું.
રિપોર્ટ :- સુરેશભાઈ સાકરીયા (મોરબી)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"