જી.યુ.ટી સાઉથ ઝોનમાં એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ભરૂચ ચેમ્પિયન બની હતી.ભરૂચ કોલેજ દ્રારા ટોટલ ત્રણ ગેમ બેડમિંટન,બાસ્કેટબોલ અને ક્રિકેટ ગેમમાં ભાગ લીધો હતો. અને જેમાં એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ક્રિકેટમાં રનર્સઅપ થઈ હતી.ત્યાર બાદ ઓલ ઓવર ઈન્ટર ઝોનલમાં ફાયનલ મેચ અમદાવાદ ખાતે એસ.વી.એમ. આઈ.ટી કોલેજ વાસદા અને એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ભરૂચ વચ્ચે રમાયેલ મેચ ભારે રસાકસી બાદ એસ.વી.એમ. આઈ.ટી કોલેજ ભરૂચ ૩ રને વિજેતા બની ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.અને એસ.વી.એમ. આઈ.ટી કોલેજનું નામ રોશન કર્યું હતું.આ રમાયેલ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ તરીકે ભરૂચ ટીમના કેપ્ટન નાઝીમને મળી હતી.સાઉથ ઝોનમાં ચેમ્પિયનશિપ વિજેતા થવા બદલ કોલેજ પરિવાર દ્રારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





