ઓડિશામાં ફાની વાવાઝોડાએ વિનાશ વેર્યો : ૫૦ હજાર કરોડના નુકસાનની સંભાવના

0
28

ભૂવનેશ્વર,તા.૧૧
ફોની વાવાઝોડાનો કુશળતાપૂર્વક સામનો કરવા બદલ ઓડિશા સરકારના ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખૂબ વખાણ થયાં. જા કે, હવે ધીમે ધીમે નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું ત્યારે ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ૪૧ લોકોના મોત થયાં છે. ૧૪ જિલ્લામાં ૧.૫ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયાં છે. રાજધાની ભુવનેશ્વર અને પુરી જિલ્લામાં વીજળી નથી અને ભોજનનો પુરવઠો પણ પર્યાપ્ત નથી. કેટલીક જગ્યાઓ પરથી ભોજનની ચોરી થઈ હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે.
અંદાજે ૫ લાખ મકાનો, ૩૪ લાખ પશુઓ અને ૬,૭૦૦ હોસ્પિટલોને નુકસાન થયું છે. સરકારી અનુમાન મુજબ ફોની વાવાઝોડાને કારણે અંદાજીત ૫૦,૦૦૦ કરોડના નુકસાનની સંભાવના છે. ભુવનેશ્વરના હવામાન વિભાગના પૂર્વ નિદેશક શરતચંદ્ર શાહુના જણાવ્યા અનુસાર પુરીથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ભુવનેશ્વરમાં આટલું મોટો નુકસાન થશે તેનો અંદાજા પણ ન લગાવી શકાય. તોફન દરમિયાન ૨૦૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાવાને કારણે નુકસાનની ટકાવારી વધી ગઈ છે.
પુરીની ૨૩૯ બેંકોની શાખાઓમાંથી ૬૦ અને ૨૭૩ એટીએમમાંથી માત્ર ૨૦ મશીનો કાર્યરત છે. ચૂંટણીનો સમય હોવાથી ઈવીએમ મશીનની સુરક્ષા કરવી પણ એક મોટો પડકાર છે. પોલીસ ડીઝલથી ચાલતા જનરેટરોની મદદથી પુરના સ્ટ્રોન્ગ રૂમમાં વીજળી પૂરી પાડી રહી છે. આ સ્ટ્રોન્ગ રૂમમાં ઈવીએમ મશીનો રાખવામાં આવ્યાં છે. અહી ગત ૨૩ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY