મોદીજી દેશને બુલેટ ટ્રેનની નહીં ‘ભ્રષ્ટાચારમુક્ત’ ટ્રેનની જરૂર છે

0
87

તા.૨૬/૦૩/૨૦૧૮

મિત્રો ૨૦૧૪માં જ્યારે નવી સરકાર બની ત્યારે દેશમાં એક નવી જ આશા ઉત્પન્ન થઈ હતી પરંતુ સમય વીતતો ગયો અને સરકારની કામગીરીનાં લેખાં જાખા પ્રજા સમક્ષ આવતાં ગયા. મોદી સરકારે શપથવિધિમાં જ કહ્યું હતું કે મારી સરકાર એ ગરીબોની સરકાર છે. આજે ચાર વર્ષ કરતાં પણ વધુ સમય વિત્યો હોવા છતાં દેશમાં બદલાવ જાવા નથી મળ્યો પરંતુ યુપીએ સરકાર કરતા પણ ખરાબ વહીવટ અને ખરાબ સુશાસન મોદી શાસનમાં ચાલી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી મોદી સરકાર જનતાને એક જ નારો આપે છે કે આપણા દેશમાં સૌથી સુપર ફાસ્ટ ટ્રેન એટલે જાપાનનું હૃદય ગણાતું બુલેટ ટ્રેન આવશે. મિત્રો આપણો દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી ટ્રેનના નેટવર્કમાં કોઈ જ સુધાર કે બદલાવ આવ્યો નથી આજે જ્યારે દેશની લોકલ કે સુપરફાસ્ટ ટ્રેનોને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે છે તેની સાચી વાસ્તવિકતા પ્રજા સમક્ષ છે. મિત્રો હું માઉન્ટ આબુના સફર માટે ટ્રેનમાં મુસાફરી કરવાનો હતો. હું રિઝર્વેશન વગર જ ટ્રેનમાં મુસાફરી કરવાનો હતો મેં મહેસાણા રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેનની ટીકીટ લીધી લગભગ બે વાગે મારી ટ્રેન મહેસાણા રેલવે સ્ટેશન પર આવીને ઉભી ત્યારે મે ટ્રેનની સામે જાયું તો રિઝર્વેશન સિવાયના તમામ ડબ્બાઓ ખીચોખીચ ભરેલા હતા એક સમયે તો મને મારી મુસાફરી કેન્સલ કરવાનો વિચાર પણ થઈ ગયો હતો પરંતુ માઉન્ટ આબૂ જવા માટે મક્કમ હતો અને મેં નિર્ધાર કર્યો હતો ગમે તેમ કરીને આ ટ્રેનમાં મારી મંઝિલ સુધી જઈશ. ટ્રેન જ્યારે પૂરેપૂરી ઊભી રહી તે બાદ મેં એક ટી.ટી ને જાયો અને મારા મનમાં વિચાર આવ્યો કે હું સીટ માટે કંઈક સેટિંગ કરું તરત જ મેં ટીટીને પૂછ્યું કે સ્લીપરમાં કોઈ સીટ ખાલી છે તરત જ ટીટી એ મને કહ્યું કે કેટલા લોકો છો મેં કહ્યું બે લોકો છીએ તો તરત જ ટી.ટી નો જવાબ હતો ૨૦૦ રૂપિયા એકસ્ટ્રા લાગશે અને તરત જ મેં એ પૈસા આપી દીધા અને મને ટીટીએ સીટ આપી અને હુ નિરાંતે બેસી મુસાફરી કરવા લાગ્યો. મેં પણ ટીટી જાડે સેટિંગ કરાવી ભૂલ કરી હતી પરંતુ હું પણ મજબૂર હતો તે માટે આ પગલું ભર્યુ હતું મારા જેવા કરોડો લોકો હશે જે આ પ્રકારે ટી.ટીને વધારાના પૈસા ચૂકવી આ પ્રકારે સેટિંગ કરતાં હશે.

હવે વાત કરીએ મોદી સરકારના સ્વપ્ન સમા પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની. શું ખરેખર આપણા દેશમાં જાપાનની સુપરફાસ્ટ બુલેટ ટ્રેન જમીન પર આવશે કે પછી અચ્છે દિનની જેમ ફક્ત ને ફક્ત વાયદાઓમાં જ સમાઈ જશે. ભાજપે ગુજરાત ચૂંટણી જીતવા માટે છ મહિના થી પણ ઓછા સમય મા બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરી ગુજરાતની જનતાને લોલીપોપ આપી અને મોદી સરકારે પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમ્યાન બુલેટ ટ્રેનની વાહવાહી કરતા રહ્યા પરિણામે ભાજપને સરકાર બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. મોદી સરકારના શાસનમાં ભ્રષ્ટાચારનો જાણે રાફડો ફાટયો હોય તેમ એક પછી એક દિવસ ઉગે અને ભ્રષ્ટાચારોના સમાચારો છપાય છે ત્યારે ખરેખર મગજમાં એક જ સવાલ આવે છે કે ભ્રષ્ટાચારમુક્ત દેશની વાતો કરનાર મોદીએ દેશને ભ્રષ્ટાચારયુકત બનાવી દેશે? યુપીએ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા મોદી નંબર વન છે ત્યારે પોતે જાણે કે ચાર વર્ષમાં સમગ્ર દેશનું ચિત્ર એનડીએ સરકારે નવા સ્વરૂપે રજૂ કર્યુ હોય તેમ ભાજપ તથા ભાજપના નેતાઓ પ્રજા સમક્ષ રજૂ કરતા હોય છે ત્યારે મગજમાં એક જ પ્રશ્ન થાય છે શું ખરેખર આ દેશ છેલ્લા ચાર વર્ષમાં જ આટલી પ્રગતિ પર ચડી ગયો? શું યૂપીએ સરકારના શાસનમાં દેશ કોઈ પ્રગતિ જ નથી કરી શક્્યો? મોદી સરકારના શાસનમાં ચાર વર્ષમાં મોંઘવારી,પેટ્રોલ-ડીઝલ,રાંધણ ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકાર દોષનો ટોપલો કોંગ્રેસ પર સતત ઢોળવાનો પ્રયાસ કરે છે. દેશમાં બુલેટ ટ્રેન આવશે તો પણ ફાયદો આમ જનતાને કે પછી મોટા મોટા ઉદ્યોગપતિઓ કે વગદાર લોકોને જ થશે એ તો સમય જ બતાવશે પરંતુ ખરેખર મોદી સરકાર બુલેટ ટ્રેનને દેશમાં લાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માગતી હોય તો મધ્યમ વર્ગ અને ગરીબ જનતાને આ બુલેટ ટ્રેનમાં સફર કરવા દે તેવુ ભાડુ હોવુ જાઈએ. એક અહેવાલ અનુસાર એવી પણ ચર્ચા છે કે બુલેટ ટ્રેનનું ભાડુ ૩૦૦૦થી પણ વધુ હશે. તો શું ખરેખર ૩૦૦૦ રૂ.ના ભાડાવાળી બુલેટ ટ્રેનમાં સામાન્ય જનતા કે મધ્યમ વર્ગના લોકો બેસી શકશે ખરા? થોડા સમય પહેલાં જ એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે ભારતમાં ભ્રષ્ટાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે જાઈએ મોદી સરકાર દેશની ટ્રેનોના ચિત્રને બદલશે કે બુલેટ ટ્રેન લાવીને દેશની લોકલ ટ્રેનોને ત્યાંના ત્યાં જ રાખશે. ખેર હવે વાસ્તવિકતા પ્રજા સમક્ષ છે અને પ્રજા જ નક્કી કરશે ૨૦૧૯માં દેશનું સુકાન કોને સોંપવું.

જી.એન.એસ,
ધવલ દરજી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY