ભૂવનેશ્વર,તા.૪
ઓરિસ્સામાં મહિના પહેલાં આવેલા વાવાઝોડા પછી લોકોનું જનજીવન હજી સામાન્ય નથી થયું. રાજ્યના તટ વિસ્તારમાં રહેતા અંદાજે ૧ લાખ ૬૪ હજાર પરિવારના પાંચ લાખથી વધારે લોકો અંધારામાં રહી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, ૩ મેના રોજ આવેલા વાવાઝોડાથી પુરી જિલ્લાના ૨ લાખ ૯૧ હજાર ૧૭૧માંથી ૧ લાખ ૫૧ હજાર ૮૮૯ લોકોને હજી પણ વીજળી મળી નથી.
અધિકારીઓ પ્રમાણે, જિલ્લામાં ફેની વાવાઝોડાએ ખરાબ રીતે વીજ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. તોફાનથી રાજ્યના ૧૪ જિલ્લાઓમાં રહેનારા૧.૬૫ કરોડ લોકો અસરગ્રસ્ત થયા હતા. જેમાં ૬૪ લોકોના મોત થયા હતા,જેમાંથી ૩૯ લોકો પુરી જિલ્લાના હતા.
અધિકારીઓએ કહ્યું કે, ૨૫ લાખ ૧ હજાર ૧૩૧ લોકો વીજળીથી અસરગ્રસ્ત થયા છે. જેમાંથી ૨૩ લાખ ૩૬ હજાર ૫૪૮ લોકોને વીજળી મળી છે. તોફાનથી અંગુલ, ઢેંકાનાલ,કટક, પુરી, નયાગઢ, ખુર્દા, કેન્દ્રપાડા, જગતસિંહપુર અને જાજપર જિલ્લાઓ પ્રભાવિત થાય હતા. આ વિસ્તારમાં પીવાનું પાણી, બેકિંગ અને અન્ય સેવાઓ પુનઃસ્થાપિત કરાઈ છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારને પહેલા જ તોફાનની જાણકારી મળી ગઈ હતી. જેથી કોઈ પણ પરિસ્થિતી સામે લડવા માટે યુદ્ધ સ્તરે તૈયારી કરવામાં આવી હતી. આ વખતે ૧૨ લાખ લોકોને બચાવાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





