સચિન પાયલટે મારા દીકરાની હારની જવાબદારી લેવી જોઇએ : ગેહલોત

0
6

જયપુર,તા.૪
રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રસેને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ કોંગ્રેસમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચેનો વિવાદ શાંત થતો જાવા મળતો નથી. અશોક ગેહલોતે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને સરકારમાં ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર દીકરા વૈભવ ગેહલોતની હારનો આરોપ લગાવ્યો છે.
અશોક ગેહલોતે કહયું કે, સચીન પાયલટે મારા દીકારા વૈભવની જાધપુર બેઠક પર થયેલી હારની જવાબદારી લેવી જાઈએ. અમે જાધપુરથી જીતી રહ્યા હતા એટલે તેઓએ જાધપુરથી ટિકિટ લીધી. જો કે અમે તમામ ૨૫ બેઠક પર હારી ગયા. જેને લઇને બધા કહી રહ્યાં છે કે મુખ્યપ્રધાન કે પ્રદેશ અધ્યક્ષે આ હારની જવાબદારી લેવી જોઈએ.
જ્યારે હું માનું છું કે આ એક સામૂહિક જવાબદારી છે. પાયલટે કહ્યું હતુ કે વૈભવ મોટા અંતરથી જીત મેળવશે, કારણકે અમારી પાર્ટીના ત્યાં ૬ ધારાસભ્યો છે. અમારૂ ચૂંટણી અભિયાન પણ સારુ રહ્યું છે. તો મને લાગે છે કે મારા દીકારાની હારની જવાબદારી પણ સચીન પાયલટે લેવી જોઈએ.
જાધપુરમાં થયેલી પાર્ટીની હારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ બેઠક હારવા પાછળના પરિબળોની સમીક્ષા પણ કરાશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY