મુંબઈ,તા.૬
સુપર સ્ટાર સલમાન ખાનની એનજીઓ બીઇંગ હ્યુમનની ગારમેન્ટ કંપનીના સીઇઓ મનીષ મંધાના સામે મોડેલ કમ અભિનેત્રી એન્ડ્રીયા ડિસોઝાએ હિંસક હુમલાનો આક્ષેપ મૂક્યો હતો.
મનીષ મંધાના રિટેલ વેન્ચર્સનો પણ વડો છે. એના પર એવો આક્ષેપ છે કે એણે ૨૦૧૯ના નવેંબરમાં એન્ડ્રીયા પર હિંસક હુમલો કર્યો હતો. એને કારણે એન્ડ્રીયાએ જમણા કાનની સાંભળવાની શક્તિ ઠીક ઠીક ગુમાવી હોવાના મેડિકલ રિપોર્ટસ્ છે.
મુંબઇ પોલીસે મનીષ પર ઇન્ડિયન પીનલ કોડ (ફોજદારી ધારા)ની ૩૨૫મી કલમ લગાડી છે જેમાં ઇરાદાપૂર્વક કોઇને ઇજા પહોંચાડવાનો ગુનો બને છે.
એન્ડ્રીયાએ કહ્યું હતું કે ૨૦૧૫માં સલમાન ખાનની બીઇંગ હ્યુમનનો ગારમેન્ટ સ્ટોર દૂબઇમાં શરૂ થયો ત્યારે હું મનીષને પહેલીવાર મળી હતી. ૨૦૧૫ના ઓક્ટોબરથી અમે સોશ્યલ મિડિયા પર ચેટિંગ કરતાં થયાં હતાં. હું ફિલ્મોમાં કામ મેળવવા સતત મુંબઇ અને દૂબઇ વચ્ચા આવ-જા કરતી હતી. ૨૦૧૫ના ડિસેંબરમાં હું મુંબઇમાં Âસ્થર થઇ. મનીષ પરણેલો અને બાળકો ધરાવતો હોવા છતાં ખોટું બોલ્યો કે અમારાં લગ્નજીવનનો ક્્યારનો અંત આવી ગયો છે.
માત્ર બાળકોને કારણે અમે સાથે રહીએ છીએ. અમારી વચ્ચે સંબંધ બંધાયો હતો. મને પાછળથી ખબર પડી કે મારી જેમ અન્ય મહિલાને પણ ખોટી વાતો કરીને એણે ફસાવી છે. મેં એને આ બાબતે પૂછ્યું ત્યારે એણે શરૂમાં બહાનાં કાઢ્યાં અને પછી મારી સાથે ઝઘડો કરીને મને માર માર્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



