જયપુર,તા.૬
રાજસ્થાનના શિક્ષણ પ્રધાન ગોવિંદ સિંઘ ડોટાદરાએ સોશ્યલ મિડિયા પર મૂકેલા સંદેશા મુજબ રાજસ્થાનની સ્કૂલોનાં બાળકો હવે પછી ભારતીય હવાઇ દલના બહાદૂર વીંગ કમાન્ડર અભિનંદનની વીરગાથા ઇતિહાસમાં ભણશે.
પાકિસ્તાનના એફ ૧૬ વિમાને ભારતીય ધરતી પર હુમલો કરવાના કરેલા પ્રયાસ દરમિયાન વીંગ કમાન્ડર અભિનંદને એ વિમાનને તોડી પાડ્યું હતું. સાથોસાથ એમનું પોતાનું વિમાન પણ તૂટી પડતાં એ પેરાશૂટ દ્વારા સહીસલામત ઊતર્યા બાદ તેમને ખ્યાલ આવ્યો હતો કે પોતે પાકિસ્તાની ધરતી પર ઊતર્યા હતાય
પાકિસ્તાને એમને કેટલીક શરતો પર મુક્ત કરવાની વાતો કરી હતી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પૂર્વ શરત નહીં. જિનેવા કરાર હેઠળ અભિનંદનને મુક્ત કરો નહીંતર જાવા જેવી થશે.
અમેરિકા સહિત ભારતના મિત્ર દેશોએ પણ પાકિસ્તાન પર દબાણ વધાર્યું હતું કે અભિનંદનને છોડો. એટલે પાકિસ્તાને લગભગ ૩૬ કલાક બાદ અભિનંદનને મુક્ત કર્યા હતા.
આ આખીય ઘટના રાજસ્થાનની સ્કૂલોના પાઠ્ય પુસ્તકોમાં ભણાવવામાં આવશે એવી જાહેરાત શિક્ષણ પ્રધાન ગોવિંદ સિંઘે કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




