મને પડકારો જીલવા ગમે છે : વરુણ ધવન

0
15

મુંબઈ,તા.૮
અભિનેતા તરીકે ચોકલેટ બોયની ઈમેજમાં બંધાવા નથી માંગતો. વરૂણ ધવન એક એવો અભિનેતા છે જેનાં પર બોક્સ ઓફિસ ભરોસો કરી શકે છે. તેણે તેની કારકિર્દીમાં તમામ હીટ ફિલ્મો આપી છે. તેની આગામી ફિલ્મ સુઈ ધાગા સમાજિક સંદેશા આપનારી ફિલ્મ છે. તેમજ તે મેક ઈન ઈંડિયા ક્ન્સેપ્ટ પર આધારિત છે. તે અંગે તે કહે છે કે હું એ જ અભિનેતા છું જેણે બદલાપુર અને ઓક્ટોબર જેવી ફિલ્મો કરી છે. મે મારી જાતને સાબીત કરી છે મને પહેલેથી જ સામા વહેણે તરવાની ટેવ છે. મને પડકાર જીલવાં ગમે છે. તેવી જ ફિલ્મ આ છે. જેમાં તેની સાથે અનુષ્કા શર્મા કામ કરી રહી છે.
તે આગળ જણાવે છે કે મને પ્રયોગો કરવાં ગમે છે. તેમજ હું કોઈ જ ઈમેજમાં બંધાવા નથી માંગતો. આ ફિલ્મને શરત કટારિયા ડિરેક્ટ કરી રહયા છે. તે કહે છે કે મને શરતનો સ્ક્રીન પ્લે ખૂબ જ ગમ્યો હતો. આ ફિલ્મ લોકોને ચોક્કસ ગમશે તે વાત તેણે વિશ્વાસપૂર્વક કહી હતી. આ ફિલ્મ આગામી ૨૮ સપ્ટેંબરનાં રોજ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મનું પ્રોડક્શન યશરાજ ફિલ્મ્સ છે. વરૂણ ધવને તેનાં ૬ વર્ષનાં કરિયરમાં ડબલ રોલ થી લઈને ડાંસર સુધી અનેક ભુમિકાઓ ભજવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY