બિહારમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ,૫ના મોત,૨૦ લોકો ઘાયલ,ત્રણ ઘર ધ્વસ્ત

0
63

નાલંદા,
તા.૨૩/૦૩/૨૦૧૮

બિહારના નાલંદામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ એટલો મોટો હતો કે આજુ બાજુના ઘણાં ઘર ધ્વસ્ત થઈ ગયા છે. ઘટનામાં પાંચ લોકોની મોત થઈ છે જ્યારે ૨૫થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘણાં લોકો હજુ પણ ધ્વસ્ત થયેલા ઘરોના કાટમાળ નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાલંદા જિલ્લાના સોહસરાય વિસ્તારમાં ઘણાં સમયથી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી. ગુરુવારે મોડી રાતે મોહમ્મદ રાજાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આજુ-બાજુના ૩ ઘર ધ્વસ્ત થઈ ગયા છે. ઘટનામાં ઘાયલ ૨૫ લોકોમાં ચારની સ્થતિ ગંભીર જણાવવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY