રાજીવ ગાંધી આવાસમાં ગેસની બોટલ લીકેજ થતાં દોડ ધામ ,સાવચેતી ને પગલે દુર્ઘટના ટળી.

0
135

ભરૂચના પાંજરા પોળ સામે ભરૂચ નગર પાલિકા દ્રારા બનાવેલ રાજીવ ગાંધી આવાસ યોજના માં રહેતાં એક પરિવાર ના મકાનમાં ગેસની બોટલ લીકેજ થતા દોડ ધામ મચી હતી.આજ રોજ સાંજના રાજીવ ગાંધી આવાસ ના મકાન બ્લોક નંબર ૧ અને મકાન નંબર ૧૦૬ માં રહેતાં ઉસ્માન મહોમ્મદ કુંજડા ગેસ ચાલુ કરવા જતાં અચાનક ગેસની બોટલમાં લીકેજ થતાં નાસ ભાગ મચી જવા પામી હતી.જે અંગે જાણ સ્થાનિકો દ્રારા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરો ને કરતાં તેવો ઘટના સ્થળ પર પહોંચીયા હતાં.પરંતુ ફાયર બ્રિગેડ આવતા પહેલાં જ સ્થાનિકો અને મકાન માલિક દ્રારા ગેસની બોટલને સગડી જોડેથી અલગ કરી બહાર કાઢી લેવાયો હતો.સમય સુચકતા અને સાવચેતી થી મોટી દુર્ઘટના ટળી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY