બેરોજગારીને કારણે મોદી અસંતોષનો સામનો કરી રહ્યા છે
બીજિંગ,તા.૩૦
ચીનનું કહેવું છે કે તે ભારતમાં નોકરીની તકો ઉભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ કરી શકે છે. ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ચીન ઇચ્છી રહ્યું છે કે નરેન્દ્ર મોદી ભારત પર સારું નિયંત્રણ રાખે. બેરોજગારીને કારણે મોદી અસંતોષનો સામનો કરી રહ્યા છે, ચીન માટે આ સારા સમાચાર નથી.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “ડોકલામમાં સેનાઓ સામ-સામે રહ્યાના લગભગ એક વર્ષ બાદ બંને દેશ વચ્ચેના સંબંધો સુધરી ગયા છે. ભારતની કેન્દ્ર સરકાર ખૂબ જ નબળી છે, તેમજ દેશના લોકો ખૂબ જ વિવિધતા વાળા છે. અમને આશા છે કે નરેન્દ્ર મોદી પોતાની જાહેર છાપને સુધારશે જેના કારણે વિકાસને આગળ વધારવા માટે પૂરતી તાકાત મળી રહેશે અને ભારત અને ચીન વચ્ચે પરસ્પર સંબંધો વધારે મજબૂત બનશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી ચીનનું રોકાણ વધારીને રોજગારીની તકો ઉભી કરી પોતાની છાપ સુધારી શકે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, “એવું લાગી રહ્યું છે કે ભારત ધર્મસંકટમાં ફસાયેલું છે. જા દિલ્હી ચીનના રોકાણ પર નિયંત્રણ લાદશે તો તેનાથી રોજગારીની તકો ઓછી થશે. ભારતમાં ચીનમાં મોટાભાગનું રોકાણ શ્રમ ક્ષેત્ર સાથે જાડાયેલું છે. જેમ કે સ્માર્ટફોન પ્લાન્ટ. જા ભારત ચીનનું રોકાણ પોતાના દેશમાં લાવવામાં સફળ રહેશે તો તેને પોતાના દેશમાં નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



