ચીને ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબ્બેટ-૬૦ ઇયસ ઓનમાં દાવો કર્યો
બિજિંગ,તા.૨૭
ચીને પોતાના એક રિપોર્ટ ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબ્બેટ-૬૦ ઇયર્સ ઓનમાં દાવો કર્યો છે કે, દલાઇ લામાએ તિબ્બેટ છોડ્યા બાદ અહીંની અર્થવ્યવસ્થામાં ૧૯૧ ટકાનો વધારો થયો છે. ચીનના દબાણના કારણે દલાઇ લામા ૧૯૫૯માં તિબ્બેટથી જતા રહ્યા હતા. ચીને તે સમયના અને હાલના આંકડાઓની સરખામણી કર્યા બાદ બુધવારે શ્વેત પત્ર જાહેર કર્યો. જેમાં તિબ્બેટની જીડીપી ૧ લાખ ૩૮ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દલાઇ લામાએ તિબ્બેટ છોડ્યાના ૬૦ વર્ષ બાદ અહીં ખુશહાલી આવી છે. લોકોએ પોતાની મહેનતથી કૃષિ, પશુપાલન જેવા વ્યવસાયની કાયાપલટ કરી દીધી છે. કૃષિ, પશુપાલન, મત્સ્ય પાલન, વન અને સેવા ઉદ્યોગની કિંમત ૧૯૫૯માં ૧૩૧ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શ્વેત પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે તેનું મૂલ્ય ૧૩.૭ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ચીનનું કહેવું છે કે, તિબ્બેટના ઉદ્યોગ ધંધા ૧૯૫૯માં બદતર હતા, પરંતુ સતત પ્રયાસોના કારણે હવે તે ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબ્બેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની ગયું છે. ૧૯૫૯ની સરખામણીએ તિબ્બેટ ઘણું આગળ નિકળી ગયું છે. તિબ્બેટનો આધારભૂત ઢાંચો હવે સારી સ્થિતિમાં છે. અહીં હવે રેલ, સડક અને હવાઇ માર્ગ જેવી સુવિધાઓ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



