ચૂંટણીનું ગાજર અને આપેલા વચનોથી ફરી જવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે?
લખનઉ,તા.૨૭
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ બુધવારે ફરી એક વાર ભાજપ અને કોંગ્રસ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગરીબી અને ખેડૂત મામલે બંને પક્ષો એક જ ડાળના પક્ષી છે.
માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે શાસક ભાજપે કોંગ્રેસ પાર્ટી પર આરોપ લગાવ્યો છે તેમનો ગરીબી હટાવો-૨ અભિયાન ચૂંટણીનું ગાજર છે, આ સાચું છે ,પરંતુ ચૂંટણીનું ગાજર અને આપેલા વચનોથી ફરી જવાનો અધિકાર માત્ર ભાજપ પાસે જ છે? ગરીબી, મજૂરો, ખેડૂતો વગેરેના હિતોની અવગણના મામલે બંને પક્ષો એક જ ડાળના પક્ષી છે.
અગાઉ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લઘુત્તમ આવક ગેરેન્ટી યોજનાનો વાયદો કર્યો હતો. આ યોજના અંતર્ગત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો દરેક વ્યક્તિને દર મહિને ૧૨ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી મોદી સરકારના રાજમાં ગરીબ પ્રજા અત્યંત દુખી રહી છે, હવે અમે એ ગરીબોને ન્યાય અપાવીશું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




