બિજિંગ,તા.૨૯
ચીનથી એકદમ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિ રેસ્ટોરાંમાં જમવા માટે પહોંચ્યો હતો. તેને જમવામાં મરેલો ઉંદર મળ્યો. જેવી રેસ્ટોરાંને આ વાત અંગે જણાવ્યું તો સચ્ચાઇ જાણી તો કંઇક અલગ જ નીકળ્યું. જા કે બાદમાં ખબર પડી કે આ આખું ષડયંત્ર હતું. તેણે જમતી વખતે જ મરેલો ઉંદર પોતાની પ્લેટમાં નાંખી દીધો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બનેલી આ ઘટના મુજબ ગુઓ નામના વ્યક્તિ પોતાની પત્નીની સાથે હૈદીલાઓના આઉટલેટમાં પહોંચ્યો હતો. ૨૦ મિનિટ બાદ તેણે દાવો કર્યો કે તેની પ્લેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. ત્યારબાદ રેસ્ટોરાંવાળાઓએ તેને ફ્રી જમવાનું ઓફર કર્યું. પરંતુ તેણે આ ઓફરને ઠુકરાવી દીધી. રેસ્ટોરાંએ તેને ૨૦૦૦૦ યુઆન (અંદાજે બે લાખ રૂપિયા) ઓફર કર્યા. ગુઓ એ તેને પણ ઠુકરાવતા ૫ મિલિયન યુઆન (૫ કરોડ રૂપિયા) માંગ્યા.
બંનેની વચ્ચે સમજૂતી થઇ નહીં અને રેસ્ટોરાંના લોકો પોલીસ પાસે પહોંચ્યા. તપાસ બાદ ખબર પડી કે ગુઓ એ જ પ્લેટમાં મરેલો ઉંદર નાંખ્યો હતો ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઇ. મંગળવારના રોજ કોર્ટમાં સુનવણી દરમ્યાન તેણે કહ્યું કે રેસ્ટોરાંવાળાને બ્લેકમેલ કરવા અને પૈસાની લાલચમાં તેણે આ પ્લાન બનાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



