ચીનના અરબપતિએ દીકરીના એડમિશન માટે ૪૫ કરોડ રૂપિયા આપ્યા..!!

0
8

બીજિંગ,તા.૪
ચીનના અરબપતિ પરિવારે દિકરીને સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમમાં એડમિશન કરાવવા માટે કન્સલ્ટન્ટને ૬૫ લાખ ડોલર (૪૫ કરોડ રૂરિયા) આપ્યા હતા. વિદ્યાર્થિનીનું નામ યુસી ઝાઓ છે. એક રિપોર્ટ પ્રમાણે યુસી ઝાઓ ચીનના અરબપતિ ઝાઓ તાઓની દિકરી છે. તાઓ શેનડોંગ બુચંગ ફાર્મા કંપનીના ચેરમેન છે.
ઝાઓની માં એ પોતાના વકિલના મારફતે જણાવ્યું કે, તે કોલેજ કન્સલ્ટન્ટ વિલિયમ રિક સિંગરની છેતરપિંડીનો શિકાર બની છે. તેમણે વિચાર્યું હતું કે, તે યુનિવર્સિટીને ડોનેશન આપી રહી છે જે જરૂરિયાતમંદ બાળકોની સ્કોલરશિપ માટે કામ આવશે
કન્સલ્ટન્ટ સિંગર અમેરિકાની સૌથી મોટી કોલેજ એડમિશન કૌંભાંડનો આરોપી છે. આ વર્ષે માર્ચમાં કૌભાંડનો ખૂલાશો થયો હતો. સિંગર અને તેના કેટલાક સાથીઓને છેતરપિંડી અને ષડયંત્ર કરવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ મામલે યુસીના પરિવારે કેસ દાખલ પણ કર્યો હતો. જેને લઈને અમેરિકાની તપાસ એજન્સી હ્લમ્ૈંએ ૫૦ લોકોની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY