‘પંગા’ વર્ષ ૨૦૨૦ની ૨૪ જાન્યુઆરીએ રિલિઝ થશે

0
8

મુંબઈ,તા.૮
મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતને કબડ્ડી ખેલાડી તરીકે રજૂ કરતી અશ્વિની અય્યર તિવારની ફિલમ પંગાની રિલિઝ ડેટ ગુરુવારે સાંજે જાહેર કરાઇ હતી.
સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે પંગા ફિલ્મ ૨૦૨૦ના જાન્યુઆરીની ૨૪મીએ એટલે કે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રજૂ થશે.
આ ફિલ્મનું ભોપાલ (મધ્ય પ્રદેશ)નું શિડયુલ તાજેતરમાં પૂર્ણ થયું હતું અને ત્યારબાદ આ યુનિટ પાટનગર નવી દિલ્હી તરફ રવાના થયું હતું. અશ્વિનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી ફિલ્મમાં પોતાના પાત્રને વાસ્તવિક બનાવવા કંગનાએ પ્રોફેશનલ મહિલા ખેલાડીઓ પાસે કબડ્ડી રમવાની તાલીમ બે મહિના સુધી લીધી હતી.કંગના ઉપરાંત અન્ય કલાકારોએ પણ કબડ્ડી રમવાની તાલીમ અને એના નિયમોનો અભ્યાસ કર્યો હતો.
આ ફિલ્મમાં રિચા ચડ્ડા, જસ્સી ગીલ અને નીના ગુપ્તા પણ મહ¥વનાં પાત્રો ભજવી રહ્યાં છે. તરણ આદર્શે પોતાની ટ્‌વીટ સાથે કંગના રનૌતનો આ ફિલ્મનો ફોટોગ્રાફ પણ શૅર કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY