ચીની ટ્રાવેલ એજન્સીએ ભૂલ સ્વીકારી : અરુણાચલને ભારતનો હિસ્સો ગણાવ્યો

0
3

બીજિંગ,તા.૯
ચીનની સૌથી મોટી ઓનલાઇન ટ્રાવેલ એજન્સી Ctrip.com ઇન્ટરનેશનલ લિ.એ ભૂલથી હકીકતનો સ્વીકાર કરી લીધો છે. તેણે હાલમાં જ અરુણાચલ પ્રદેશને ભારતના કબજોવાળા ક્ષેત્ર તરીકે દર્શાવ્યો છે. તેના પર ચીનના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારબાદ કંપનીએ કહ્યું કે, તે આ વાતની તપાસ કરાવશે. ભારતની આપત્તિ છતાં ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવી રહ્યા છે. કંપનીના આ પગલાના કારણે ચીનના ઇન્ટરનેટ યૂઝર્સ ભડકી ગયા. એક વ્યકિતએ લખ્યું, શું સી-ટ્રિપ ખુલ્લેઆમ દેશને વેચવાનું કામ કરવા લાગી છે. ત્યારબાદ કંપનીએ સંબંધિત જાણકારી વેબસાઇટથી હટાવી લીધી છે.
ચીન ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશના દક્ષિણ તિબ્બેટનો હિસ્સો હોવાનો દાવો કરતું કહ્યું છે. સીમા વિવાદને લઇને બંને દેશોની વચ્ચે અત્યાર સુધી ૨૧ દોરની મુલાકાત થઇ ચૂકી છે. ભારત-ચીન બોર્ડર વિવાદમાં ૩,૪૮૮ કિમી લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) સામેલ છે.
હાલમાં જ ચીનના કસ્ટમ વિભાગે એ ૩૦ હજાર નકશાને નષ્ટ કરી દીધા, જેમાં અરુણાચલ પ્રદેશ અને તાઇવાનને તેના કબજામાં દર્શાવ્યું નહતું. આ વૈશ્વિક નકશાનું છાપકામ ચીનમાં થયું હતું. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, આખા નકશા કોઇ અજ્ઞાત દેશમાં મોકલવાના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY