રોહતકમાં નવજાતસિંહ સિદ્ધુ ઉપર ફેંકાયુ ચંપલ, મહિલાની ધરપકડ

0
4

રોહતક,તા.૯
લોકસભા ઈલેક્શન ૨૦૧૯ માટે પ્રચાર કરવા માટે રોહતક પહોંચેલા નવજાતસિંહ સિદ્ધુ ઉપર એક મહિલાએ ચપ્પલ ફેંકિયું હતુ. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ચપ્પલ સિદ્ધુને વાગ્યુ ન હોતુ, પરંતુ આ ઘટના જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. જ્યારે ચપ્પલ ફેંકવામાં આવ્યુ, ત્યારે સિદ્ધુ મંચ પર જનસભા સંબોધી રહ્યા હતા.
ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓએ મહિલાને હિરાસતમાં લઈ લીધી હતી. મહિલાનું નામ જીતેન્દ્ર કૌર છે. પોલીસ મુજબ ચપ્પલ ફેંકવાનું કારણ તેની નારાજગી હતી.મહિલા મુજબ, નવજાતસિંહ સિદ્ધુનું બીજેપીમાં કશું આવ્યુ નહી એટલે તે કોંગ્રેસમાં જોડાઈ ગયો. પહેલાં તે સોનિયા અને મનમોહનની બુરાઈ કરતો હતો અને હવે તે પીએમ મોદી વિશે બોલી રહ્યો છે.
જ્યારે ઘટના બાદ સિદ્ધુ જવા લાગ્યાતો અમુક લોકોએ તેમને કાળા ઝંડા દેખાડવા લાગ્યા અને મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા. જેને લઈને કોંગ્રેસ કાર્યકર્તા અને ઝંડા બતાવનારા વચ્ચે માથાકૂટ થઈ હતી. ઘટના ગંભીર ન બને તે માટે પોલીસે મોર્ચો સંભાળ્યો અને જનસભાનું સમાપન કર્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY