બીજિંગ,તા.૫
ચીને અમેરિકા જનાર પોતાના નાગરિકો માટે મંગળવારે ચેતવણી બહાર પાડી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેડ વોરના કારણે અમેરિકા સાથેના સંબધો ખરાબ થયા છે. આ કારણે ચીનના નાગરિક અમેરિકામં ઉત્પીડન અને સુરક્ષાને લઈને સતર્ક રહ્યાં છે. સોમવારે જ ચીને અભ્યાસ માટે અમેરિકા જનાર પોતાના વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી.
અમેરિકામાં ફાયરિંગ, લૂટ અને ચોરીની ઘટનાઓ વધવાની વાતનો ઉલ્લેખ કરતા ચીને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયે તેના પર્યટકોને કહ્યુ છે કે અમેરિકા જતા પહેલા તમામ જાખમોનું મુલ્યાંકન કરી લે. આ એલર્ટ આ વર્ષના અંત સુધી લાગૂ રહેશે.
ચીનના આ પગલાથી અમેરિકાની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ શકે છે. અમેરિકા આવનાર ચીનના પર્યટકોની સંખ્યામાં ગત વર્ષ ઘટાડો આવ્યો હતો. ૧૫ વર્ષમાં પ્રથમ વાર આમ બન્યું છે.
અમેરિકા અને ચીનની વચ્ચે ગત વર્ષથી ટ્રેડ વોર ચાલી રહ્યુ છે. તાજેતરમાં જ બંને એક-બીજાની આયાત પર ચાર્જ વધાર્યા છે. ચીનની ટેલિકોમ કંપની હુવાવેને થોડા દિવસો અગાઉ અમેરિકાએ બેન કર્યા બાદ ટકરાવ થોડો વધી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





