ચીન યોગની ૫૦ શાખાઓ ખોલશે

0
8

બીજિંગ,તા.૨૪
ભારતની માનસિક તથા આધ્યાત્મક રૂપે સ્વસ્થ જીવન જીવવાની પ્રાચીન કળા યોગની ચીનમાં વધતી લોકપ્રિયતાને જાતા યુન્નાન પ્રાંત સ્થિત પહેલા યોગ કોલેજને દેશની ૫૦ શાખાઓ ખોલવાની યોજના બનાવી છે આ માહિતી સરકારી મીડિયામાં આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન વર્ષ ૨૦૧૫માં કુનમિંગની ‘યુન્નાન મિન્જૂ યૂનિવર્સિટી’માં પહેલી ચીન ભારત યોગ કોલેજ સ્થાપિત કરવામાં આવી છે. સરકારી સમાચા એજન્સી ‘ શિન્હુઆ’ અનુસાર યુન્નાન વિશ્વ વિદ્યાલયમાં શનિવારે તેમની પહેલી શાખા લિજિઆંગમાં ખોલવાની ઘોષણા કરવામાં આવી હતી.
વધતી જતી માંગ પર વિચાર કર્યા પછી ચીન- ભારત યોગ કોલેજ થકી દેશના અલગ અલગ શહેરો સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો છે. એજન્સીએ ચીન ભારત યોગ કોલેજના ડીન ચેન લુયાનના હવાલાથી કહ્યું હતું કે યોગ શિક્ષા અને શિક્ષક પ્રશિક્ષણને ઉત્તેજન આપવાના આશયથી કુલ ૫૦ શાખાઓ ખોલવામાં આવશે. આ વર્ષે ૨૧મી જૂને સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભારત પછી સૌથી વધું ચીની નાગરિકોએ ભાગ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY