ઓરિસ્સામાં ભ્રષ્ટાચારનો દાનવ શક્તિશાળી થઈ ગયોઃ મોદી

0
27

મોદીએ ઓડિશામાં ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કર્યું
પાઇકા વિદ્રોહની યાદમાં મોદીએ સિક્કા-પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કર્યાં,ન્યૂ ઈન્ડિયાના વિકાસનું ‘એન્જિન’ બનશે ઓડિશા
ભૂવનેશ્વર,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે IIT ભુવનેશ્વરનું ઉદ્ધાટન કર્યું. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં આરોગ્ય, રસ્તા-રાજમાર્ગ, ઉચ્ચ શિક્ષણ સાથે જાડાયેલી લગભગ ૧૪,૫૦૦ કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો. આ પરિયોજનાઓમાં ૩,૮૦૦ કરોડ રૂપિયાની ઈન્ડિયન આૅયલ કોર્પોરેશનની પારાદીપ-હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદ પાઈપલાઈન પણ સામેલ છે.
આ સિવાય ૩૪૩૭ કરોડ રૂપિયાની બોકારોથી અંગુલની પાઈપલાઈન બિછાવાની યોજના પણ સામેલ છે. આ જગદીશપુર-હલ્દિયા અને બોકારો ઘામરા પાઈપલાઈનોને જાડશે. વડાપ્રધાન મોદી બરહમપુરમાં ૧,૫૮૩ કરોડ રૂપિયાની કિંમતથી સ્થાપિત થનાર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ આૅફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચની પણ આધારશિલા મૂકી.
આ સિવાય PM મોદીએ રાષ્ટ્રીય રાજમાર્ગ-પાંચના ચંડીખોલે-ભદરક ખંડ(૧,૪૯૨ કરોડ રૂપિયા)ના છ લેન માર્ગ, રાષ્ટ્રીય રાજમાર્ગ-૪૨ના કટક – અંગુલ ખંડ (૧,૯૯૧ કરોડ રૂપિયા)ના ચાર લેન માર્ગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ-પાંચના ૧૩૨.૧૪ કિલોમીટર લાંબા ભુવનેશ્વર-પુઈનટોલા ખંડના છ લેન માર્ગની સાથે ભુવનેશ્વરમાં ઈએસઆઈસી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કર્યું.
મોદીએ ભુવનેશ્વરમાં પાઇકા વિદ્રોહના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં તેની યાદમાં સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યાં. આ ૧૮૧૭માં ઇસ્ટ ઈન્ડિયન કંપનીના શાસન વિરૂદ્ધ પહેલો હથિયારબંધ વિદ્રોહ હતો.
મોદીએ ખુર્દા નજીક બરુનેઇ હિલ્સમાં સભાને સંબોધિત કરી. જ્યાં તેઓએ રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન જન આરોગ્ય યોજના શરૂ ન કરવાને લઈને નિશાન સાધ્યું. મોદીએ કહ્યું, “ઓરિસ્સા સ્વચ્છતા અને વિકાસના મામલે પછાત રહ્યું છે. રાજ્ય સરકાર વડાપ્રધાન જનઆરોગ્ય યોજનાને લાગુ નથી કરી રહ્યાં. જેનાથી ગરીબોને ઈલાજનો ફાયદો નથી મળી રહ્યો. સિંચાઈ પ્રોજેકટ્‌સ રોકાયેલાં પડ્યાં છે અને ખેડૂત પાણી માટે તરસી રહ્યાં છે. ઓરિસ્સામાં ભ્રષ્ટાચારનો દાનવ શક્તિશાળી થઈ ગયો છે. ઓડિશા ન્યૂ ઈન્ડિયનના વિકાસનું એન્જિન બનશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY