બેલ્ટ એન્ડ રોડ પ્રોગ્રામ પર કોઇ ખતરો નથી ભારત ઇચ્છે તો હિમાલય પણ ન રોકી શકે અમારી દોસ્તીઃ ચીન

0
41

બેઈજિંગ,તા.૮
ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ક્હ્યુ છે કે ભારત અને ચીને પોતાના પરસ્પરના મતભેદો ભૂલીને પોતાના સંબંધોને મજબૂત કરવા પર ભાર આપવો જાઇએ. સંસદ સત્ર દરમિયાન વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં વાંગે ક્હ્યુ કે ભારત અને ચીને લડવું ન જાઇએ પરંતુ સાથે મળીને કામ કરવું જાઇએ. તેમણે ક્હ્યુ કે આ માટે જરૂરી છે કે બંને દેશ પોતાના માનસિક અવરોધોને દૂર કરે, કારણકે જા અમે સાથે આવી ગયા તો હિમાલય પણ અમારી દોસ્તીની વચ્ચે નહીં આવી શકે.
૨૦૧૭માં ચીન અને ભારત વચ્ચે ઊભા થયેલા નવા વિવાદો પર વાંગે ક્હ્યુ, “કેટલીક મુશ્કેલીઓ અને તકલીફો છતાંપણ ભારત અને ચીનના પરસ્પરના સંબંધોમાં સુધાર થયો છે.” તેમણે ક્હ્યુ, “ચીન પોતાના અધિકારો અને હિતોનું ધ્યાન રાખવાની સાથે ભારત સાથે પોતાના સંબંધોને પણ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યુ છે.” “ચીની અને ભારતીય નેતાઓએ ભવિષ્યમાં બંને દેશોના સંબંધોને લઇને એક કૂટનૈતિક વિચારધારા બનાવી લીધી છે. ચીની ડ્રેગન અને ભારતીય હાથીએ પરસ્પર લડવું ન જાઇએ પરંતુ સાથે મળીને સંબંધો મજબૂત કરવા જાઇએ. જા બંને દેશ સાથે આવી ગયા તો ‘એક ઔર એક દો નહીં ગ્યારહ’ થઇ જશે.”
વાંગે ક્હ્યુ, “આંતરરાષ્ટ્રિય્ પરિસ્થતિઓ ઝડપથી બદલાઇ રહી છે અને આ સ્થતિમાં ચીન-ભારત એકબીજાને સપોર્ટ કરવો જાઇએ, જેથી બંને દેશો વચ્ચે શંકા અને વિવાદ ખતમ થઇ શકે. જા આપણે એકબીજા પર ભરોસો કરીશું તો હિમાલય પણ અમારી દોસ્તીને રોકી નહીં શકે.”
ચીને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટના જવાબમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી પર વાંગે ક્હ્યુ કે આવા સુરખીઓમાં આવતા આઇડિયાઓની કોઇ કમી નથી. જાકે, આ સમુદ્રના ફીણ જેવું છે જે થોડા સમયમાં ખતમ થઇ જશે. ઉલ્લેખનીય છે કે ઘણા એક્સપટ્‌ર્સ ચાર દેશોની યોજનાને વન-બેલ્ટ-વન-રોડ (ર્ંર્મ્ંઇ)નો જવાબ અને ચીનની તાકાતમાં લગામ કસવાનો રસ્તો માની રહ્યા છે, પરંતુ ચારેય દેશ સ્પષ્ટ કરી ચુક્વ્યા છે કે કોઇને નિશાન નથી બનાવી રહ્યા.
વાંગે ક્હ્યુ, “આપણે આ ભૂલવું ન જાઇએ કેર્મ્ંઇ પરિયોજનાને ૧૦૦થી વધુ દેશોએ સપોર્ટ કર્યો છે. આજકાલ દેશોની વચ્ચે કોલ્ડવોર જેવી વાતો જૂની થઇ ચૂકી છે અને બજારમાં તેમની કોઇ જગ્યા નથી.”

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY