૭૦ વર્ષના ઇતિહાસમાં ૨૦૧૮માં પ્રથમ વખત ચીનની વસ્તીમાં મોટો ઘટાડો

0
13

જિનપિંગ સરકાર લોકોના બેડરૂમમાંથી બહાર નીકળી ટુ ચાઈલ્ડ પોલીસીને ખતમ કરેઃ યી
બીજિંગ,તા.૪
૭૦ વર્ષના ઇતિહાસમાં ૨૦૧૮મા પહેલી વખત ચીનની વસતીમાં મોટો ઘટાડો આવ્યો છે. નિષ્ણાતો તેને જ વસતીવિષયક સંકટ માની રહ્યાં છે, જે ચીનના ધીમા થતા અર્થતંત્ર પર વધુ દબાણ નાંખશે. ૧૯૭૯ની સાલમાં ચીને ‘વન ચાઇલ્ડ પાલિસી’ લાગૂ કરી હતી, તેના અંતર્ગત કેટલાંય પરિવારોમાં માત્ર એક બાળક રાખવું સીમિત કરાયું હતું. આ નીતિથી જન્મદરમાં મોટો ઘટાડો આવ્યો. આજે આ નીતિના લીધે વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો અને કામ કરનારાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો, તો ચીને પરિવારોને બે બાળકો પેદા કરવાની મંજૂરી આપી.
‘ટુ ચાઇલ્ડ પાલિસી’ છતાંય ૨૦૧૮મા ચીનમાં જન્મદર ૨૫ લાખ દર વર્ષના દરથી ઘટ્યો, જ્યારે પાલિસી લાવતા સમયે અંદાજ લગાવામાં આવ્યો હતો કે અંદાજે ૮ લાખ બાળકો વધુ જન્મશે. આ આકરણી વિસ્કાન્સિસ-મેડિસન યુનિવર્સિટીના રિસર્ચર યી ફુક્સિયનના રિસર્ચ પર આધારિત હતી.
યી એ ચેતવણી આપી કે જન્મદરમાં ઘટાડાનો એક ટ્રેન્ડ કદાચ જ બદલાઇ શકે, કારણ કે બાળકો પેદા કરવાની ઉંમરવાળી મહિલાઓની સંખ્યા ઘટી રહી છે. એજ્યુકેશન, હેલ્થ અને ઘરના ભાવમાં વધારો થવાથી કપલ્સની બાળકો પેદા કરવાની પ્રત્યે અનિચ્છા પણ એક મોટું કારણ છે. યીની આકરણી બતાવે છે કે ૨૦૧૮મા અંદાજે ૧.૧૫ કરોડ લોકોના મોત થયા હતા અને કુલ વસતી ૧૨ લાખ સુધી ઘટી ગઇ.
યી એ જિનપિંગની સરકારને ભલામણ કરી છે કે હવે તેઓ લોકોના બેડરૂમમાંથી બહાર નીકળી ‘ટુ ચાઇલ્ડ પાલિસી’ને ખત્મ કરી દે અને લોકોને ભથ્થું આપવાનું શરૂ કરે. યીનું માનવું છે કે જા સરકાર અત્યારે દખલ નહીં કરે તો ચીનમાં વૃદ્ધોની વસતી જાપાન કરતાં પણ ખૂબ જ ગંભીર બની જશે. ચીનની આર્થિક ક્ષમતા ઘટતી જશે, જેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટી અસર પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY