જો સોંગનો કાર્યકાળ ગયા વર્ષ નવેમ્બરમાં પુરો થયો હતોઃ યુરોપમાં રાજ્યાશ્ર માગ્યો
સિઓલ,તા.૪
દક્ષિણ કોરિયાના ટોચના ગુપ્તચર અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કર્યા પછી સિઓલના એક સાંસદે કહ્યું હતું કે ઉત્તર કોરિયાનો ટોચનો રાજદૂત ઇટાલીમાં છુપાઇ ગયો હતો.’કાર્યકારી એમ્બેસેડર જા સોંગ ગિલનો કાર્યકાળ ગયા વર્ષે નવેમ્બરમાં પુરો થયો હતો અને તે નવેમ્બરની શરૂઆતમાં જ રાજદૂત ઓફિસના કમ્પાઉન્ડમાંથી પત્ની ક્યાં જતો રહ્યો હતો, એમ મિન કિ એ પત્રકારોને અત્રે ક્હયું હતું. જા એ પરિવાર સહિત પશ્ચિમના કોઇ દેશમાં રાજ્યાશ્રય માગ્યો હતો તેવા માધ્યમોમાં સમાચાર આવ્યા પછી જાસુસી સંસ્થાએ સાંસદોને કહ્યું હતું.
‘તેમણે નવેમ્બરની શરૂઆતમાં જ રાજ્યાશ્રય માગ્યું હતું’એમ સિઓલના માધ્યમોએ જુંગ એન્ગને કહેતા ટાંક્યા હતા.ઇટાલિયન સત્તાવાળાઓ મુંઝવણમાં હતા કે શું કરવું, પરંતુ સત્તાવાળાઓ તેને સુરક્ષિત જગ્યામાં સંરક્ષણ આપી રહ્યા હતા, એમ પણ તેમણે કહ્યું હતું.ઉત્તર કોરિયામાંથી ભાગી જનાર છેલ્લો રાજદૂત થાઇ યોંગ હો હતો જેમણે ૨૦૧૬માં લંડનમાં નાયબ રાજદૂતનો હોદ્દો ત્યજી દીધો હતો.
ઉત્તર કોરિયાએ યુએનના ઠરાવનો ભંગ કરીને એક મહિના પહેલાં કરેલા પરમાણું પરિક્ષણના વિરોધમાં ઇટાલીએ અગાઉના રાજદૂત મૂન જાંગ નામને તગેડી મૂક્તા ૪૮ વર્ષના જાને ઓકટોબર ૨૦૧૭માં રોમમાં રાજદૂત તરીકે મૂક્યા હતા.ઉત્તર કોરિયામાં અવારનવાર ખાદ્ય પદાર્થની ખેંચ પડતી હોવાથી રોમમાં હેડ ક્વાર્ટર ધરાવતા યુએન ફુડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન સાથે પ્યોગયોંગ માટે ઇટાલી મહ¥વનો રાજદ્વારી મિશન છે. જા ઉત્તર કોરિયાની સરકારના એક ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીનો પુત્ર અથવા તો જમાઇ હોવાનું કહેવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




