રાજનાથે અર્જુન મેઘવાલને ૨૪ કેરેટનું સોનુ કહ્યા
બિકાનેર,તા.૨૨
રાજસ્થાનના બિકારનેરમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ગૃહમંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન બિકાનેરના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી અર્જુનરામ મેઘવાલને ૨૪ કેરેટનું સોનું પણ કહ્યા હતા. બિકાનેરના સંસદીયા ક્ષેત્રમા સોમવારે રાજનાથ સિંહ દ્વારા જોરદાર જનસભાઓ સંબોધવામાં આવી હતી.
એક જનસભાને સંબોધન કરતા રાજનાથસિંહે કહ્યું કે, લોકસભાના તમારા ઉમેદવાર અર્જુનરામ મેઘવાલે તેના સમયગાળામાં ભારતની સંસદને પ્રેરિત કરવાનું કામ કર્યું છે. તમારો ઉમેદવાર ૨૪ કેરેટનું સોનું છે.
આ દરમિયાન રાજનાથસિંહે રાજસ્થાનની ગેહલોત સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, દેવું માફ થયું? રોજગારી મળી? ભામાશાહ યોજના સમાપ્ત કરી દેવામાં આવી. કોંગ્રેસે સારી રીતે કામ કરી લીધું હો તો, દેશ પ્રગતિ કરતો હોત. ગાંધી પરિવાર દ્વારા ગરીબી હટાવામાં આવી રહી છે. પણ ગરીબી હટી નથી. કારણ કે, તેમને ગરીબીને ‘ગ’ પણ નથી ખબર
આ દરમિયાન રાજનાથ સિંહે કોંગ્રેસના નેતાઓને ગરીબી દૂર કરવા માટેની કળા પીએમ મોદી પાસેથી સિખવાની સલાહ આપી હતી. જ્યારે ભારત કોંગ્રેસ મુક્ત થશે ત્યારે જ ગરીબી મુક્ત ભારત થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




