બાઈકની ટાંકી ફૂલ કરાવી સ્ટાર્ટ કરતા લાગી આગ, યુવક ગંભીર રીતે દાઝ્યો

0
42

તીરુવનંથપુરમ,તા.૧૫
પેટ્રોલ પંપ પર પોતાના બાઈકની ટાંકી ફૂલ કરાવવી તામિલનાડુના એક વ્યક્તિને ભારે પડી ગયું છે. જેવી બાઈકની ટાંકી ફૂલ કરાવી આ વ્યક્તિએ બાઈક સ્ટાર્ટ કર્યું કે, તુરંત તેમાં અચાનક આગ લાગી ગઈ. આ આગમાં તે ખરાબ રીતે દાઝી ગયો, ત્યારબાદ તેને તિરૂનેલવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો.
આ પૂરી ઘટના ત્યા લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બાઈક પર એક વ્યક્તિ બેઠો છે. પેટ્રોલ ટાંકી ફૂલ કરાવ્યા બાદ પૈસા આપે છે અને જેવું બાઈક સ્ટાર્ટ કરે છે, તેમાં આગ લાગી જાય છે. આ આગની ચપેટમાં તે ખુદ પણ આવી જાય છે.
આગ લાગતા જ વ્યક્તિએ બાઈક છોડીને ભાગવાની કોશિસ કરી, પરંતુ ત્યાં સુધીમાં તો તેના કપડામાં આગ લાગી ચુકી હતી. જેના કારણે તે આગની ચપેટમાં આવી ગયો. પેટ્રોલ પંપના કર્મચારીઓએ તુરંત તેને હોસ્પિટલ પહોંચાડ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
રિપોટ્‌ર્સ અનુસાર, ટાંકીમાં પેટ્રોલ વધારે ભરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પેટ્રોલ લીક થઈ ગયું અને બાઈકમાં આગ લાગી ગઈ. હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY