બુરાડીનો પરિવાર આત્મહત્યા કરવા ન્હોતો માંગતો, રિપોર્ટમાં થયો ખુલાસો

0
13

ન્યુ દિલ્હી,તા.૧૫
ઉત્તરી દિલ્હીના બુરાડીમાં જુલાઇ મહિનામાં એક કરુણાંતિકા બની હતી. જેને લઇને વધુ એક ખુલાસો થયો છે.
ઉત્તરી દિલ્હીના બુરાડીમાં જુલાઇ મહિનામાં એક કરુણાંતિકા બની હતી. જેને લઇને વધુ એક ખુલાસો થયો છે. આ ઘટનામાં એક જ પરિવારના ૧૧ સભ્યો પોતાના જ ઘરમાં મૃત મળ્યા હતા. હવે આ ઘટનામાં મનોવૈજ્ઞાનિક એટોપ્સી રિપોર્ટ આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે, આ લોકોએ આત્મહત્યા ન્હોતી કરી પરંતુ એક અનુષ્ઠાન દરમિયાન દુર્ઘટનાનો ભોગ બની ગયા હતા.
દિલ્હી પોલીસે જુલાઇમાં સીબીઆઈના સાઇકોલોજિસ્ટ એટોપ્સી કરવાનું કહ્યું હતું. બુધવારે સાંજે આ રિપોર્ટ મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે મૃતકોની મનોવૈજ્ઞાનિક એટોપ્સીનું અધ્યનના આધારે ઘટના આત્મહત્યાની ન્હોતી પરંતુ દુર્ઘટના હતી. જે એક અનુષ્ઠાન કરતા સમયે થઇ હતી. કોઇપણ સભ્યનો પોતાનો જીવ દેવાનો કોઇપણ ઇરાદો ન્હોતો.
મનોવૈજ્ઞાનિક એટોપ્સી દરમિયાન સીબીઆઈના કેન્દ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાએ ઘરમાં મળેલા રજિસ્ટર્સમાં લખેલી વાતો અને પોલીસ દ્વારા નોંધાયેલા ચૂંડાવત પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદનનું વિશ્લેષણ કર્યું હતું. સીએફએસએલે પરિવારના સૌથી મોટા સભ્ય દિનેશ સિંહ ચૂંડાવત અને તેની બહેન સુજાતા નાગપાલ તથા અન્ય પરિવાજનો સાથે પૂછપરછ કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રમાણે મનોવૈજ્ઞાનિક એટોપ્સીમાં કોઇ વ્યકિતના મેડિકલ રેકોર્ડનું વિશ્વેલષણ કરવામાં આવે છે. સાથે સાથે તેના મિત્રો પરિવારના સભ્યોથી પૂછપરછ કરીને મૃત્યુ પહેલા તેની માનસિક દશાનું અધ્યન કરવામાં આવે છે. એ સમયે જેતે વ્યક્તિની માનસિક સ્થિતિ જાણવાની કોશિશ કરાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY