પ્રજાનો રક્ષક જ બન્યો ભક્ષક પોલીસની સરેઆમ ગુંડાગીરી : બાઈક સવારને કારણ વિના તમાચા ઝીંક્યા

0
237

અમદાવાદ,તા.૨૯
અમદાવાદના ભૂલાભાઇ પાર્ક પાસે પોલીસની દાદાગીરી સામે આવી. જેમાં દબાણની કામગીરી દરમિયાન પહેલા એક વ્યકિત જે બાઇક પર નીકળ્યો ત્યારે હાજર પોલીસકર્મીઓએ તેને અટકાવ્યો હતો. અને ત્યારબાદ કોઇપણ કારણ વિના તમાચા ઝીંકવાના શરૂ કર્યા. બાઇક સવારે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે.
ત્યારે પોલીસની વર્દીનો રૂઆબ દેખાડતા પોલીસકર્મીઓએ પોલીસ વિભાગે આપેલા દંડાનો બેફામ રીતે ઉપયોગ કરવામા માંડ્યો અને બાઇક સવારને બેફામ રીતે લાકડીઓ ફટકારી. ત્યાં સુધી કે બાઇક સવારને હાજર ચારથી પાંચ પોલીસકર્મીઓ ઘેરી લઇને એક પોલીસકર્મીએ તેનું ગળું દબાવીને તે જાણે આતંકવાદી હોય તેવું વર્તન શરૂ કર્યુ. આ સમયે અહીં અનેક લોકો હાજર હતા. પરંતુ આ પોલીસકર્મીઓની દાદાગીરી એ હદની હતી કે જે પણ કોઇ તેનો વિરોધ કરે તો તેમને આવી જ રીતે માર મારવા લાગે તેવી દાદાગીરી તેઓ કરી રહ્યા હતા.
આ સમયે નજીકના મકાનના ઓટલા પરથી એક યુવકે અમદાવાદના આ પોલીસકર્મીઓની દાદાગીરીને પોતાના મોબાઇલથી વીડિયો ઉતારવાનું શરૂ કર્યુ. આ પોલીસકર્મીઓએ આ યુવકને પણ ન છોડયો અને ત્યાં સુધી કે પહેલા કાર્તિક પટવા નામના આ યુવકને વીડિયો ન ઉતારવાનું કહ્યું. તેને બહું મોટો ગુનો કરી નાખ્યો હોય તેવી રીતે તેના હાથમાંથી મોબાઇલ લઇ લીધો. અને ત્યારબાદ એક અતિઉત્સાહી પોલીસ જવાને તો કાર્તિક નામના યુવકને તમાચા ઝીંકવાની શરૂ કર્યુ. જે બાદ આ યુવકે કોઇ ગંભીર ગુનો કર્યો હોય તેવી રીતે તેને પણ ગળું પકડીને પોલીસ વાનમાં બેસાડી દીધો.
આ વીડિયોમાં દેખાય રહેલા આ પોલીસકર્મીઓના ચહેરા એ જ દાદાગીરી કરનાર પોલીસ જવાનોના ચહેરા છે. જેઓનું કામ પ્રજાની રક્ષાનું છે. પરંતુ તેઓને તો વર્દીનો એવો તો રૂઆબ ચઢયો છે. કે તેઓ જાણે એવું જ સમજે છેકે તેમને સરકારે બધાને બેફામ રીતે મારવાનો હક્ક આપી દીધો છે. પોલીસ જવાનની આ રીતની દાદાગીરી એ કોઇપણ હિસાબે વ્યાજબી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY