કચ્છ,તા.૨૧
પૂર્વ કચ્છમાં ગુનેગારોને કાયદાનો ખોફ ન હોય તેમ સતત ક્રાઈમ રેશિયો વધી રહ્યો છે. આદિપુરમાં બેંક કેશવાન પર ફાયરીંગ સાથે થયેલી ૩૪ લાખની લુંટની ઘટનાના ભેદ હજી ઉકેલાયા નથી ત્યાં અંજારના મેઘપર બોરીચી નજીક જુમ્મા ફાટક પાસે ૧૬ લાખની દિલધડક લૂંટ થતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી છે.
અંજારના મીઠોરોહર નજીકના અંબીકા પેટ્રોલપંપના બે કર્મચારી હરિશંકર જયનારાયણ શર્મા અને રજત વાનખેડે બાઇક પર ૧૬ લાખ ભરેલી બેગ સાથે જઇ રહ્યા હતા ત્યારે જ અંજારના જુમ્મા ફાટક નજીક ત્રણ બુકાનીધારી બાઇક સવારોએ તેમની આંખમાં મરચાની ભુકી નાખી હતી અને ત્યારબાદ છરી વડે ઉપરાઉપરી હુમલો કરી ત્રણ બાઇક સવારો ૧૬ લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાજ પુર્વ કચ્છ એલ.સી.બી સહિતની મહત્વની બ્રાન્ચ અને અંજાર પોલિસ સહિત પુર્વ કચ્છના ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને બનાવની તપાસ શરૂ કરી હતી.
ઇજાગ્રસ્તોને રામબાગ હોસ્પીટલમા ખસેડાયા હતા બીજી તરફ પોલીસે મહત્વના સ્થળો પર નાકાબંધી કરી વાહનચેકીંગ સાથે ગુન્હેગારનુ પગેરુ દબાબવવા કવાયત હાથ ધરી છે. ઘટના પાછળ જાણેભેદુનો હાથ હોવાની શકીયતા વ્યક્ત કરાઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




