રાજપીપલા ના વડિયા તરફ નવી બનેલી સોસાયટીઓ માં ચોરી ની વધતી ઘટનાઓ માં રાત્રી પેટ્રોલિંગ જરૂરી

0
169

વડિયા:

વડિયા ની માધવબાગ સોસાયટી માંથી ઘર આંગણે પાર્ક કરેલી બાઈક ની ચોરી, અગાઉ પણ વડિયા ની સોસાયટીઓ માં ચોરી ની ઘટના જોવા મળી હતી ત્યારે પોલીસે આવા એકાંત સ્થળો તરફ વધતી સોસાયટીઓ બાજુ રાત્રી પેટ્રોલિંગ વધારવું જરૂરી છે 

રાજપીપલા: રાજપીપલા શહેર ની બહારના ભાગે એટલેકે વડિયા ,રોહિતવાશ તરફ વધતી સોસાયટીઓ માં વારંવાર ચોરી ના બનાવો પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે પોલીસે આવી જગ્યાઓ પર રાત્રી પેટ્રોલિંગ કડક કરવું જોઈએ.

વડીયાની માધવબાગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ રામકેવલ ગૌડની હોન્ડા બાઈક જેની કિંમત હાલ 25000 રૂપિયા જેવી હોય તે તેમના ઘર આંગણે પાર્ક કરેલી કોઈ ચોર ઈસમ તેને ગત તારીખ 28-2-18 ના 2-15 વાગે ચોરી કરી લઈ જતા તેની ઘણી શોધખોળ બાદ પણ ન મળતા આખરે આ બાબતે તારીખ 3-3-18 ના રોજ દિલીપભાઈએ રાજપીપલા પોલીસ માં ફરિયાદ આપી છે .પોલીસે અજાણ્યા  ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાશ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY