વડોદરા,
તા.૯/૩/૨૦૧૮
શહેરના ગેંડાસર્કલ પાસે આવેલી ટ્રાઈકલર હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના સત્તાધીશોએ સારવારના બિલના નાણાં બાકી હોઈ તે ભર્યા પછી જ ડેડબોડી આપવાનું કહેતા મૃતકના પરિવારજનોએ ગુરુવારે રાતે ભારે હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે પરિવારજનોએ લાશ નથી જાઈતી તેમ કહેતા અને સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચતા આખરે રાત્રે પરિવારજનોને ડેડબોડી સોંપાઈ હતી. ગોત્રીરોડ પર આવેલા લક્ષ્મીનગરમાં રહેતાં સ્ક્રેપના વેપારી ૫૫ વર્ષીય ધીરૃભાઈ શંભુભાઈ તલસાણીયા ગત ૩જી તારીખે બાઈકે પર ગોત્રી-સેવાસીરોડ પરથી પસાર થતા હતા તે સમયે આકસ્મિક રીતે બાઈક સ્લીપ થતા પટકાયા હતા. વધુ ઈજાઓ ન હોઈ તે જાતે બાઈક હંકારીને ઘરે ગયા હતા પરંતું રાત્રે પેટમાં દુઃખાવો થતાં તેમને ગેંડાસર્કલ પાસેની ટ્રાઈકલર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ અંગે ધીરૃભાઈના સંબંધી વિક્રમ અંબાલિયાએ જણાવ્યું હતું કે મારા ફુવાને ટ્રાઈકલર હોસ્પિટલમાં ચેકઅપ લઈ જતા દાખલ કરવા જણાવ્યું હતું.
દાખલ કર્યાના ચાર-પાંચ કલાક બાદ તેમને આઈસીયુમાં ખસેડાયા હતા અને ત્યારપછી અમારી પાસેથી અત્યાર સુધી તબક્કાવાર ચાર લાખ રૃપિયા ભરાવ્યા છે પરંતુ આ દરમિયાન પરિવારના કોઈ સભ્યને તેમને મળવા દીધા નહોંતા. ડોક્ટરોએ તેમનું ઓપરેશન સફળ રહ્યું છે તેવુ જણાવ્યું હતું બે દિવસ પહેલા વેન્ટીલેટર પર મુક્યા બાદ આજે અચાનક બપોરે ચાર વાગે તેમનું અવસાન થયું છે તેવી અમને જાણ કરી હતી. હોસ્પિટલના સ્ટાફે સારવારના બિલના હજુ ૨.૭૦ લાખ રૃપિયા બાકી છે તે ભરો પછી જ ડેડબોડી મળશે તેમ જણાવતા પરિવારજનો રોષે ભરાયા હતા અને પોલીસ પણ હોસ્પિટલમાં આવી હતી. મારા પિતાએ અમારી પાસે કશુ નથી અને ડેડબોડી તમારી પાસે જ રાખો તેમ કહેતા આખરે ડોક્ટરોએ તમે ડેડબોડી લઈ જાવ પરંતું કોઈ માથાકુટ ના કરતા તેમ જણાવી રાત્રે અમને ડેડબોડી સોંપી છે અને અમે તેને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ આવ્યા છે. જયારે આ બનાવ અંગે ટ્રાઈકલર હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું કે બાકી બિલના નાણાં માટે વિવાદ થયો હતો પરંતું બિલ ભર્યા વિના ડેડબોડી આપી દેતા હવે કોઈ વિવાદ નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"