સુરત કાપડ વેપારી પુત્ર મોત પ્રકરણઃ પરિવારે મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

0
80

સુરત,
તા.૯/૩/૨૦૧૮

માથાના ભાગે ઇજાનાં નિશાન હોવાથી પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

અલથાણના કાપડના વેપારીના પુત્રનો મૃતદેહ પાંડેસરા તેરેનામ સર્કલ પાસેથી રહસ્યમય સંજાગોમાં મળી આવ્યો છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જાવાનું કહી ઘરેથી નિકળેલો કાપડના વેપારીનો પુત્ર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યા તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. અદાવતમાં હત્યા થઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. અને પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.

અલથાણ આશીર્વાદ એનક્લેવ પાસે માનસરોવર બંગલો ખાતે રહેતા તુલસીસિંગ રાજપુત કુબેરજી માર્કેટમાં તુલસી ટેક્ષટાઈલના નામથી સાડીની દુકાન ધરાવે છે. તેમનો પુત્ર અમિત(૧૭) સન ફ્લાવર સ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. મુળ યુપીના કાનપુરના રહેવાસી તુલસીભાઈના ભાઈની પુત્રીના લગ્ન હોવાથી તેઓ હાલ કાનપુર ગયા છે. જ્યારે અમિતને ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા હોવાથી તે અહી ભાઈ-ભાભી સાથે રોકાઈ ગયો હતો. બુધવારે તે ઘરેથી પરીક્ષા કેન્દ્ર જાવા માટે જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં પાંડેસરા તેરેનામ સર્કલ પાસે સર્વિસ રોડ પરથી અમિત માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થતા એક યુવકે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અમિતને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

અમિતને થયેલી ઈજામાં મોત નિપજ્યું હોવાના પોલીસના દાવાને ફગાવી અદાવતમાં અમિતની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY