જૈન સમાજને લઘુમતી જ્ઞાતિ સર્ટિફીકેટ આપવાની કામગીરી ઠપ થઇ

0
101

વડોદરા,તા.૯/૩/૨૦૧૮

કેન્દ્ર સરકારના પરિપત્રના આધારે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪થી ગુજરાતના જૈન સમાજને લઘુમતીમાં મુકવાની જાહેરાત કરી છે જે માત્ર પોકળ પુરવાર થઇ રહી છે. રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી જૈન સમાજના લોકોને સર્ટિફીકેટ આપવાની પ્રક્રિયા ઠપ કરી દેવામાં આવી છે જેથી જૈન સમાજના વિદ્યાર્થીઓને મળતી રાહતો પર બ્રેક લાગી ગઇ છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં કેન્દ્ર સરકારની સુચનાના આધારે જૈન સમાજને લઘુમતી જ્ઞાતીમાં મુકવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જે આધારે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે તમામ જિલ્લા કલેકટર અને સમાજ કલ્યાણ વિભાગના જિલ્લાકક્ષાના અધિકારીઓને પરિપત્ર જારી કરી કેન્દ્ર સરકારની સુચના મુજબ જે જૈન હોય તેને લઘુમતી જ્ઞાતિ અંગેનું સર્ટીફિકેટ આપવા જણાવ્યું હતું.

રાજ્ય સરકારની સુચના પ્રમાણે જિલ્લાકક્ષાના સમાજ કલ્યાણ વિભાગના કેટલાક અધિકારીઓએ સીધા અરજદાર પાસે અરજી કરી તેના જરૃરી પુરાવા રજૂ કરાવી સર્ટિફીકેટ આપવાની પ્રથા હોવા છતાં તેઓએ જૈનસંઘ પૈકી એકાદ બે જૈનસમાજના સંઘના લેટરપેડ પર જૈન હોવાનો દાખલો રજૂ કરવા તેમજ જૈન સંઘ તમામ યાદી તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગને સુપ્રત કરે ત્યારબાદ સર્ટિફીકેટ આપવાની પ્રથા શરૃ કરવામાં આવી. વિદ્યાર્થીઓને સીધી અરજી સ્વીકારવાને બદલે તમારા જૈન સમાજના સંઘના ‘લેટર પડ’ પર લખીને લાવો કે તમે જૈન છો. તેવા બહાના કાઢી સર્ટિફીકેટ આપવાની કામગીરી ઠપ કરી દીધી છે. ગુજરાતના જૈન સમાજના વિદ્યાર્થીઓને શાળા-કોલેજની ફીમાં ૫૦ ટકા જેવી રકમની રાહત મળે છે તે મેળવવા જૈન સમાજના ગરીબ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ લઘુમતી અંગેનું સર્ટિફીકેટ મેળવવા ધરમધક્કા ખાય છે. વિદ્યાર્થીઓ જૈન દિગંબર કે શ્વેતાંબર હોવા અંગે જન્મનો કે સ્કુલ લીવીંગ સર્ટિફીકેટનો દાખલો રજૂ કરે તો પણ સમાજ કલ્યાણ વિભાગ વિદ્યાર્થીને સર્ટિફીકેટ ઇશ્યુ કરતા નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY