ભારતને ઘેરવા ચીનની નવી ચાલ : બાંગ્લાદેશ સાથે ૪૩૦૦ કરોડની ડિલ કરશે

0
9

બિજિંગ,તા.૪
પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીન હવે બાંગ્લાદેશના રસ્તે ભારતની ઘેરાબંધી કરવા જઈ રહ્યું છે. આના માટે તેણે બાંગ્લાદેશ સાથે ૬૦ કરોડ ડોલર એટલે કે ૪૩૦૦ કરોડ રુપિયાની મોટી ડીલ કરી છે. આ ડીલ અંતર્ગત ચીન, બાંગ્લાદેશના પાયરા ડીપ-સી પોર્ટનું નિર્માણ કરશે. આ પોર્ટને સામરિક દ્રષ્ટીકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી તે ભારતીય સમુદ્ર તટથી ખૂબ નજીક પહોંચી જશે અને હિંદ મહાસાગરમાં મોટા ભાગ પર નજર રાખી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચીને ડિસેમ્બર, ૨૦૧૬માં પોતાના જિઓપોલિટીકલ ઈકોનોમિક કોરિડોરથી ઓબોર એટલે કે વન બેલ્ટ વન રોડ સાથે જોડાવા માટે બાંગ્લાદેશ સાથે સમજૂતી કરી હતી. આ પ્રોજેક્ટને બીઆરઆઈ પણ કહેવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ચીન દ્વારા પ્રાયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સથી એશિયાઈ દેશોને જાડવાનો છે. આને ચીનના વિશેષજ્ઞો ૨૧મી સદીનો સિલ્ક રોડ પણ કહે છે.
આ ક્રમમાં ચીન, બાંગ્લાદેશના પાયરા ડીપ-સી પોર્ટના વિકાસમાં પણ ખાસો રસ ધરાવી રહ્યું છે. ચીનની બે કંપીઓ ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપની અને ચાઈના સ્ટેટ કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ આ પોર્ટના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે બાંગ્લાદેશ સાથે ૬૦ કરોડ ડોલરની ડીલ કરી છે. આ ડીલમાં હાઉસિંગ, હેલ્થકેર, એજ્યુકેશન સહિત ઈન્ફ્રાનો વિકાસ પણ શામિલ છે.
રોકાણ દ્વારા ચીન પોતાની વાસ્તવિકતાને છુપાવવા અને હકીકતમાં તો તે સામરિક દ્રષ્ટીકોણથી મહત્વપૂર્ણ બાંગ્લાદેશના આ પોર્ટને પોતાના કન્ટ્રોલમાં લેવા ઈચ્છે છે. ચીને શ્રીલંકાના હમ્બનટોટા પોર્ટને લઈને પણ આ જ રણનીતિ પર કામ કર્યું હતું.
૦૦૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY