લંડન,તા.૨૦
બ્રિટનમાં બુધવારે ત્રાટકેલાં અલી વાવાઝોડાંમાં બે લોકોનાં મોત થયા છે. યુકે અને આયર્લેન્ડમાં ૧૬૦ કિમી/કલાકની ઝડપે ત્રાટકેલાં વાવાઝોડાંમાં બુધવારે એક ૨૦ વર્ષીય બ્રિટિશ ટૂરિસ્ટ પર ભેખડ પડતાં તેનું મોત થયું હતું. જ્યારે કન્ટ્રી પાર્કમાં વૃક્ષ પડતાં ૨૦ વર્ષીય વર્કરનું મોત થયું છે. આ વ્યક્તિ નોર્થ આયર્લેન્ડ વાટરમાં કોન્ટ્રાક્ટર હતો. આ ઘટનામાં વધુ એક કર્મચારી પણ ઘાયલ થયો છે. વાવાઝોડાંના કારણે આજે ૨૫૦,૦૦૦ જેટલાં ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે તમામ મુખ્ય રસ્તાઓ અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સાઉથ સ્કોટલેન્ડમાં ઓથોરિટીએ ‘જીવને જાખમી વાવાઝોડાં’ની ચેતવણી જાહેર કરી છે.
ડમ્ફ્રાઇસ અને ગ્લોવે, સાઉથવેસ્ટ સ્કોટલેન્ડમાં લોકોને ઘરોની બહાર નહીં નિકળવાની અપીલ કરી છે. બુધવારે વંટોળ અને વાવાઝોડાંના કારણે આજે શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.
સ્કોટલેન્ડમાં અંદાજિત ૭૦,૦૦૦ ઘરોમાં વીજળી ઠપ છે, જ્યારે આયર્લેન્ડમાં અંદાજિત અઢી લાખ મકાનોમાં વીજળી ખોરવાઇ ગઇ છે. સ્કોટલેન્ડ અને આયર્લેન્ડમાં રેલવે, રોડ, ફ્લાઇટ્સ અને ફેરી સેવાઓ બંધ કરવામાં આવી છે.
૧૬૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે ડંગીનો ટે રોડ બ્રિજ આજે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોર્થ રોડ બ્રિજ, ચેકમેનશાયર બ્રિજ અને કિવન્સફેરી ક્રોસિંગમાં પણ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




