ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી શિક્ષકને ફાંસીની સજા

0
11

સતના,તા.૨૦
મધ્યપ્રદેશના સતનામાં અદાલતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે. સતનાની એક અદાલતે ૨૩ વર્ષીય આરોપી મહેન્દ્ર સિંહ ગૌડને બાળકી સાથે બળાત્કારના આરોપમાં દોષિત ગણીને ફાંસીની સજા સંભળાવી છે. મહેન્દ્ર સિંહને આઈપીસીની કલમ ૩૭૬ એબી અને પોક્સો એક્ટના સેક્શન ૫/૬ હેઠળ દોષિત ગણવામાં આવ્યો. બળાત્કાર પીડિત બાળકીની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. તેનો દિલ્હીની એક હોસ્પિટલ માં ઈલાજ ચાલી રહ્યો છે.
મધ્યપ્રદેશના સતનામાં બળાત્કારના આરોપમાં શિક્ષકને ફાંસીની સજા મળી છે. આરોપી શિક્ષક મહેન્દ્ર સિંહ ગૌડને કોર્ટે ૧ જુલાઈની રાતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારનો દોષિત ગણ્યો હતો. પોલિસના જણાવ્યા અનુસાર આરોપી પીડિત બાળકીના પરિવારનો પરિચિત હતો. ૧ જુલાઈની રાતે તે નશાની હાલતમાં પીડિત બાળકીના પિતાને મળવા ગયો હતો. ત્યાં તેણે બાળકીને ઘરની બહાર પોતાના પિતાની બાજુમાં સૂતેલી જાઈ હતી. તેના પિતાને મળીને તે પોતાના ઘરે પાછો આવી ગયો.
થોડી વાર બાદ તે ત્યાં ફરીથી ગયો અને બાળકીને એકલી જાઈ. બાળકીને એકલી જાઈને તેનું અપહરણ કરી બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. જ્યારે પિતાએ બાળકીને ઘરમાં ના જાઈ તો તેની તપાસ શરૂ થઈ અને તે જંગલમાંથી મળી આવી. મહેન્દ્ર સિંહને બાળકી સાથે બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં ૪૭ દિવસ સુધી સુનાવણી ચાલ્યા બાદ તેણે ફાંસીની સજા સંભળવવામાં આવી. વકીલ રામપાલ સિંહે જણાવ્યુ કે કોર્ટે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પીડિત બાળકી અને તેના પરિવારનું નિવેદન નોંધ્યા બાદ આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY