અરવલ્લી,તા.૨૦
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર ખાતે પદયાત્રીઓના ટેમ્પોમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ૧૫ જેટલા પદયાત્રીઓ દાઝી ગયા હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ભક્તજનો એક ટેમ્પોમાં સવાર થઈને અંબાજીથી પરત આવી રહ્યા હતા. આ સમયે ટેમ્પોમાં રહેલા જનરેટરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટને કારણે ટેમ્પોમાં સવાર ૧૫ જેટલા લોકો દાઝી ગયા હતા.
અંબાજી ખાતે પગપાળા ગયા બાદ ભક્તો ટેમ્પોમાં સવાર થઈને પરત પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટેમ્પોમાં રાખેલા જનરેટરમાં બ્લાસ્ટ થતા અંદર રહેલા લોકો ચાલુ ટેમ્પોમાંથી નીચે કૂદી ગયા હતા.
બ્લાસ્ટને કારણે લાગેલી આગમાં ૧૫ જેટલા લોકો દાઝી ગયા હતા. આ તમામ લોકોને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી.
આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરના સ્ટાફે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બ્લાસ્ટ અને ત્યાર બાદ લાગેલી આગને કારણે ટેમ્પોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




