બિટકોઇન તોડ મામલો : કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા

0
9

ગાંધીનગર,
કરોડોના બિટકોઈન તોડ પ્રકરણમાં કોર્ટે નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કર્યા છે. તેની સાથે તેને ૩૦ દિવસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનો આદેશ કર્યો છે. નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવા માટે સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કોર્ટે મંજૂર રાખી હતી. હવે પછી કોટડિયાની મિલકતના ટાંચમાં લેવા માટે પણ સીઆઈડી ક્રાઇમ કોર્ટમાં અરજી કરી શકે છે.
નોંધનીય છે કે ૧૭૬ બિટકોઇન પડાવી લેવાના કેસમાં નલિન કોટડિયા આરોપી છે. આ કેસમાં પહેલા જ અમરેલીના એસપી જગદીશ પટેલ, પીઆઈ અનંત પટેલ સહિત પોલીસકર્મીઓની ધરપકડ કરી છે. બિટકોઈન પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદ કરનાર બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે પણ ફરિયાદ નોંધી છે. આ કેસમાં સીઆઈડી ક્રાઇમે શૈલેષ ભટ્ટના પૂર્વ ભાગીદાર કિરીટ પાલડીયાની પણ ધરપકડ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY