દિલ્હી હાઈકોર્ટએ કેજરીવાલની ઝાટકણી કાઢી, પૂછ્યું કોઈના ઘરમાં ધરણા શા માટે?

0
7

ન્યુ દિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના મંત્રીઓ ધરણા પર બેસવાને લઇ હાઇકોર્ટે કેટલાંય પ્રશ્નો કર્યા છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની અરજી પર સુનવણી કરતાં દિલ્હી હાઇકોર્ટે સોમવારના રોજ પૂછયું કે ધરણાં પહેલાં એલજી પાસેથી સહમતિ કેમ લીધી નહોતી? ગુપ્તાએ દિલ્હીના સીએમ અને મંત્રીઓના ધરણા પૂરા કરવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.
દિલ્હી સરકારના વકીલે કોર્ટમાં તર્ક આપ્યો કે આઇએએસ અધિકારીઓએ મીટિંગમાં ભાગ લેવાની વાત ખુદ સ્વીકાર કરી છે. તેના પર હાઇકોર્ટે કહ્યુ કે મુદ્દો એ છે કે તમે ધરણા પર બેઠા છો, પરંતુ તમને ધરણાં કરવાની અનુમતિ કોને આપી? તેના જવાબમાં દિલ્હી સરકારના વકીલે કહ્યુ કે આ કોઇનો વ્યક્તિગત નિર્ણય છે. હાઇકોર્ટે તેના પર પૂછયું કે શું આ સંવૈધાનિક છે?
હાઇકોર્ટે એલજીની ઓફિસમાં ધરણાને લઇ પણ ઘણી ટિપ્પણીઓ કરી. કોર્ટની બેન્ચે કહ્યુ કે આ ધરણાં નથી. તમે કોઇના ઘર કે ઓફિસમાં ઘૂસીને હડતાલ કે ધરણાં કરી શકો નહીં. કોર્ટે એમ પણ પૂછયું કે ધરણાંનો આ નિર્ણય વ્યક્તિગત હતો કે પછી કેબિનેટની મંજૂરીમાંથી લીધેલો નિર્ણય હતો. આપને જણાવી દઇએ કે છેલ્લાં ૮ દિવસથી દિલ્હી સરકારના મંત્રી એલજી ઓફિસમાં ધરણાં પર બેઠા છે.
આ બધાની વચ્ચે એમ પણ સમાચાર આવ્યા છે કે આગળની રણનીતિ પર ચર્ચા માટે અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે એક અગત્યની બેઠક બોલાવી છે. સતત ઉપવાસના લીધે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનની તબિયત લથડી ગઇ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY